Gujarat
માઉન્ટ આબુમાં શુન્ય ડિગ્રી અને ગુરુશીખરમાં માઇનસ બે ડિગ્રી તાપમાન
By GS Team
1 Jan 20221 min read
This article was originally published on 1 Jan 2022

અમીરગઢ,તા.31
રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન એકવાર
ફરી ગગડતા માઉન્ટ આબુમાં શુન્ય ડિગ્રી જ્યારે માઉન્ટ આબુની સૌથી ઊંચી ચોંટી ગણાતા
ગુરુશીખરમાં માઇનસ બે ડિગ્રી નોંધાતા થર્ટી ફસ્ટની ઉજવણી કરવા ગયેલ સહેલાણીઓ
ઠુંઠવાયા છે.
માઉન્ટ આબુમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે થોડા
દિવસો પહેલા તાપમાન એકાએક નીચું જતા માઇનસ ત્રણ ડિગ્રી નોંધાયું હતું.જ્યારે ફરી
તાપમાંન ઉચકાતા ઠંડી સામે રાહત મળી હતી. પરંતુ એકવાર ફરી તાપમાંનનો પારો ગંગડતા
શુન્ય ડિગ્રી અને ગુરુશીખર માં માઇનસ બે ડિગ્રી એ પોહચેલ છે માઉન્ટ આબુમાં આવા
તાપમાનમાં બરફના આછા પડો જામી જતાં હોય છે.એથી થર્ટી ફસ્ટની ઉજવણી કરવા ગયેલ લોકો
આવા વાતાવરણથી રોમાચિંત થયા હતા.




