Gujarat

બનાસકાંઠા જિ.પં.ની સાત સમિતિના ચેરમેનોની નિમણૂક મુલત્વી રાખવા રજુઆત

By GS Team
6 Jan 20221 min read
This article was originally published on 6 Jan 2022
બનાસકાંઠા જિ.પં.ની સાત સમિતિના ચેરમેનોની નિમણૂક મુલત્વી રાખવા રજુઆત

પાલનપુર,તા.5

બનાસકાંઠા જિલ્લા પંચાયતની મળેલી સાધારણ સભાના એજન્ડામાં ઉલ્લેખ કર્યા વિના તેમજ બહુમતી પુરવાર કે ચર્ચા કર્યા વિના પૂર્વ ચેરમેનોના રાજીનામાં મજુંર કરવા નવા ચેરમેનોની નિમણૂક કરી સત્તાધીશો દ્રારા પંચાયત ધારાનો ભંગ કરવામાં આવતા જિલ્લા પંચાયતના વિપક્ષના સભ્યે નવા ચેરમેનોની નિમણૂક પર રોક લગાવવા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં વાંધો રજૂ કર્યો છે

કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં મંગળવારે મળેલી સામાન્ય સભામાં કોઈ પણ સમિતિના ચેરમેનના રાજીનામાં મંજુર કરવાનો એજન્ડામાં ઉલ્લેખ ન હોવા છતાં સભામાં બહુમતી પુરવાર કર્યા વિના તેમજ ચર્ચા કર્યા વિના વિવિધ સાત સમિતિ ચેરમેનોના રાજીનામાં મંજુર કરવામાં આવતા જિલ્લા પંચાયતમાં પચાયત ધારાનો ભંગ થતા મેમદપુર બેઠકના ભાજપના સદસ્ય અશ્વિનભાઈ સક્સેનાએ સામાન્ય સભામાં બહાલી ન મળે ત્યાં સુધી  ચેરમેનોના રાજીનામાં મંજુર ન કરવા અને તા.૬ જાન્યુઆરી ૨૦૨૨ના નવા ચેરમેંનોની નિમણૂક પ્રકિયા મુલત્વી રાખવા જિલ્લા વિકાસ અધિકારીને વાંધો અરજી આપી છે.