Banaskantha

બનાસકાંઠામાં ત્રણ તાલુકાઓની 286 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે અનામત બેઠકોનું રોટેશન જાહેર

By GS Team
23 Oct 20265 mins read
TukuTouch Logo
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ પહેલાં મહત્વના સમાચાર આવ્યા છે. પાલનપુર, ડીસા અને ધાનેરા તાલુકાની કુલ 286 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે અનામત બેઠકોનું રોટેશન જાહેર કરાયું છે. જિલ્લા કલેક્ટરે સરકારી જોગવાઈઓ મુજબ SC, ST, SEBC અને સામાન્ય વર્ગ માટે બેઠકો ફાળવી છે. ત્રણેય તાલુકામાં મહિલાઓ માટે 143 બેઠકો અનામત રાખવામાં આવી છે, જેનાથી ચૂંટણી તૈયારીઓને વેગ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બનાસકાંઠામાં ત્રણ તાલુકાઓની 286 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે અનામત બેઠકોનું રોટેશન જાહેર

Banaskantha Gram Panchayat Sarpanch Reservation 2026 : જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે પાલનપુર, ડીસા અને ધાનેરા તાલુકાની કુલ 286 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે અનામત બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા સરકારી જોગવાઈઓ તથા રોટેશન પદ્ધતિ અનુસાર વિવિધ વર્ગો માટે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. ત્રણેય તાલુકામાં મહિલાઓ માટે કુલ 143 બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ફાળવણીમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત આદિજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) તથા બિનઅનામત સામાન્ય વર્ગનો સમાવેશ થાય છે.

પાલનપુરની 109 ગ્રામ પંચાયતોમાં અનામતની ફાળવણી

પાલનપુર તાલુકાની કુલ 109 ગ્રામ પંચાયતોમાં અનુસૂચિત જાતિ માટે 12, અનુસૂચિત આદિજાતિ માટે 5, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 27 તથા બિનઅનામત સામાન્ય વર્ગ માટે 63 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ બેઠકોમાં અનુસૂચિત જાતિની 6, અનુસૂચિત આદિજાતિની 3, પછાત વર્ગની 15 અને સામાન્ય વર્ગની 31 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

image.png

ડીસામાં સામાન્ય વર્ગની સૌથી વધુ 67 બેઠકો

ડીસા તાલુકાની 110 ગ્રામ પંચાયતોમાં અનુસૂચિત જાતિ માટે 11, અનુસૂચિત આદિજાતિ માટે 2, પછાત વર્ગ માટે 30 અને બિનઅનામત સામાન્ય વર્ગ માટે 67 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી અનુસૂચિત જાતિની 5, અનુસૂચિત આદિજાતિની 1, પછાત વર્ગની 15 અને સામાન્ય વર્ગની 33 બેઠકો મહિલાઓ માટે અનામત છે. ડીસામાં ચારેય વર્ગોમાં સામાન્ય વર્ગ માટે સૌથી વધુ 67 બેઠકો ફાળવવામાં આવી છે.

image.png

ધાનેરાની 67 ગ્રામ પંચાયતોમાં ફાળવણી

ધાનેરા તાલુકાની 67 ગ્રામ પંચાયતોમાં અનુસૂચિત જાતિ માટે 8, અનુસૂચિત આદિજાતિ માટે 7, પછાત વર્ગ માટે 18 અને બિનઅનામત સામાન્ય વર્ગ માટે 34 બેઠકો નક્કી કરવામાં આવી છે. તેમાંથી અનુસૂચિત જાતિની 4, અનુસૂચિત આદિજાતિની 3, પછાત વર્ગની 9 અને સામાન્ય વર્ગની 16 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

ચૂંટણીની તૈયારીઓને વેગ મળશે

ત્રણેય તાલુકામાં અનામત બેઠકોનું રોટેશન જાહેર થતાં આગામી ગ્રામ પંચાયત ચૂંટણીઓની તૈયારીઓને વેગ મળશે. હવે અનામતની ફાળવણીને ધ્યાનમાં રાખીને ગામોમાં સરપંચ પદ માટે ઉમેદવારોની પસંદગી, સ્થાનિક સમીકરણો અને રાજકીય જોડાણો મહત્ત્વનાં બની રહેશે.

ડીસા તાલુકાની 110 ગ્રામ પંચાયતોમાં રોટેશન
1. અનુસૂચિત જાતિ (SC) : કુલ 11 બેઠકો (મહિલા અનામત 5 બેઠકો)
કુલ અનામત પંચાયતો (11) : આગડોલ ગ્રુપ, આબોલનાની ગ્રુપ, ભદ્રામલી, ભીલડી, ચત્રાલા, ગોગાપુરા મુ., લક્ષ્મીપુરા, મુડેઠા, નેસડાવના પરા, રોબસ નાની, વડાવલ.
સ્ત્રીઓ માટે અનામત (5) : આગડોલ ગ્રુપ, આબોલનાની ગ્રુપ, ભદ્રામલી, નેસડાવના પરા, રોબસ નાની.
2. અનુસૂચિત આદિજાતિ (ST) : કુલ 2 બેઠકો (મહિલા અનામત 1 બેઠક)
કુલ અનામત પંચાયતો (2) : બાઈવાડા, પાવરગંજ.
સ્ત્રીઓ માટે અનામત (1) : પાવરગંજ.
3. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC/OBC) : કુલ 30 બેઠકો (મહિલા અનામત 15 બેઠકો)
કુલ અનામત પંચાયતો (30) : ચંદાજી ગોળીયા, દેલાણીયાપુરા, ફતેપુરા, જુનાડીસા, કાંટ, કંસારી, માલગઢ, માણેકપુરા, મોરથલ ગોળીયા, નાગરણા, નવા, નવા ભીલડી, નેસડા જુના, નેસડા નવા, ઓઢવા, પાલડી, પેછડાલ, રામપુરા, રામસણ, રમૂણ, રામવાસ ગ્રુપ, રાણપુર આ.વાસ, રાણપુર ઉ.વાસ, રાણપુર વ.વાસ, રસાણા મોટા, રસાણા નાના, રતનપુરા, રોબ્સ મોટી ગ્રુપ, સદરપુર, સમૌ મોટા.
સ્ત્રીઓ માટે અનામત 15) : ચંદાજી ગોળીયા, દેલાણીયાપુરા, ફતેપુરા, જુનાડીસા, કાંટ, કંસારી, માલગઢ, માણેકપુરા, મોરથલ ગોળીયા, નાગરણા, નવા, નવા ભીલડી, નેસડા જુના, નેસડા નવા, ઓઢવા.

૪. બિન અનામત : કુલ 67 બેઠકો (મહિલા અનામત 33 બેઠકો)
કુલ પંચાયતો (67) : આસેડા, બલોધર ગ્રુપ, ભાયલવા ગ્રુપ, ભડથ, ભાંદરા, ભોયણ, ભોડાલ, ભુરાલ પ.વાસ, ભુરાલ ઠા.વાસ, છત્રાલા, ચોરા ગ્રુપ, ધામા, દશાનાવાસ, ડાવસ, ધનાવાડા, ધાનપુરા, ધારિસણા, ધરેડા ગ્રુપ, ઢોડાલ, કુંવા, કાકુડ્રા, ગેનાજી ગોળીયા, ઘાડા, થરનાળ મોટી, થરનાળ નાની, ગુગળ, જાવલ, ઝાબડીયા, ઝેરડા, જોહરાપુરા, જોરાપુરા, કંપાઝરા, ખડોસણ, ખેંટવા, કુચાવડા, કુપટ, લીલાપુરા, લોરવાડા, લુણપુર, મહાદેવિયા ગ્રુપ, પમરૂ, સમૌ નાના, સણથ, સાંડીયા, શરત, સરયુ નગર, સાવિયાણા, સમશેરપુરા, શેરગંજ, શેરપુરા ગ્રુપ, સોતમલા ગ્રુપ, સોથલા, તાલેપુરા, ટેટોડા, ઘેરવાડા, વડલાપુરા(મુ), વાહરા ગ્રુપ, વરણ, વરનોડા, વાસડા, વાસણા (ગોળીયા), વાસણા (જી.ડી.), વેળાવપુરા, વિરૂણા, વિઠોદર ગ્રુપ, ધાવરપુરા, જેનાલ.
સ્ત્રીઓ માટે અનામત (33) : ભાયલવા ગ્રુપ, દશાનાવાસ, ઝેરડા, કુચાવડા, લોરવાડા, લુણપુર, મહાદેવિયા ગ્રુપ, પમરૂ, સમૌ નાના, સણથ, સાંડીયા, શરત, સરયુ નગર, સાવિયાણા, સમશેરપુરા, શેરગંજ, શેરપુરા ગ્રુપ, સોતમલા ગ્રુપ, સોથલા, તાલેપુરા, ટેટોડા, ઘેરવાડા, વડલાપુરા(મુ), વાહરા ગ્રુપ, વરણ, વરનોડા, વાસડા, વાસણા (ગોળીયા), વાસડા, વાસણા (જી.ડી.), વેળાવપુરા, વિરૂણા, વિઠોદર ગ્રુપ, ધાવરપુરા, જેનાલ.

ધાનેરા તાલુકાની 67 ગ્રામ પંચાયતોના સરપંચ હોદ્દા માટે અનામત મુજબ યાદી
અનુસૂચિત જાતિ (SC) : કુલ 8 બેઠકો
SC (સ્ત્રી) (4) : ફતેપુરા, સાંકડ, સરાલ, વકતાપુરા
SC (સામાન્ય) (4) : જડીયા, મેવાડા, સેરા, થાવર
અનુસૂચિત આદિજાતિ (ST) : કુલ 7 બેઠકો
ST (સ્ત્રી) (3) : ગોલા, મગરાવા, સરાલવીડ
ST (સામાન્ય) (4) : ધાબા, જીવાણા, જોરાપુરા (ધા), રમુણા
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC/OBC) : કુલ 18 બેઠકો
SEBC (સ્ત્રી) (9) : એટા, અનાપુરગઢ, ઢુગડોલ નાની, બાપરોલ, કુંવર, કુંવારલા, લવારા, માલોતરા, નાનામેડા
SEBC (સામાન્ય) (9) : નેનાવા, રાજોડા, રામપુરા મોટા, રામપુરા (વા), રવિ, રવિયા, શીરવી, સબાવાડી, સા મરવાડા
બિન અનામત (સામાન્ય) : કુલ 34 બેઠકો
સામાન્ય (સ્ત્રી) (18) : એડાલ, ભીંમત, કોટડા (ધા), માંડલ, મોટામેડા, નાનુડા, નેગાણા, શેરગઢ (જ), સિલાસણા, સિપા, સોતવાડા, વાછડાલ, વાછોલ, વાલેર, વાસણ, વાસડા, વીંછીવાડી, વિરોલ
બિન અનામત (સામાન્ય) (16) : આલવાડા, અનાપુર છોટા, આસિથા, બાપલા, ભાંજણા, ભાટીબ, ભાટરામ, ચારડા, છીંડીવાડી, દેકા, ઢુગડોલ મોટી, જાકી, જનાલી, કુંડી, વોળ, ધાવરપુરા

પાલનપુર તાલુકાની સ્થિતિ

  1. અનુસૂચિત જાતિ (કુલ 12 બેઠકો) :
    સ્ત્રી અનામત (6) : આકેડી, ખસા, પટોસણ, પેડાગડા, સદરપુર, વાધણા
    સામાન્ય (6) : હોડા, કુંભલમેર, કુંભાસણ, સલ્લા, સામડી રા.વાસ, સાંગ્રા
  2. અનુસૂચિત આદિજાતિ (કુલ 5 બેઠકો) :
    સ્ત્રી અનામત (3) : પીરોજપુરા(ટાં), રણાવાસ, ઉકરડા
    સામાન્ય (2) : જશપુરીયા, મલાણા
  3. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (કુલ 29 બેઠકો) :
    સ્ત્રી અનામત (15) : હેબતપુર, જગ્ગાણા, જેસંગપુરા, કમાલપુર, કાણોદર, કરજોડા, ખેમાણા, ખોડલા, કોટડા(ચાં), કુશકલ, લાલાવાડા, લક્ષ્મણપુરા, લક્ષ્મીપુરા, લૂણવા, મડાણા(ડાં)
    સામાન્ય (14) : મડાણા(ગ), માલણ, માણકા, માનપુર (ક), મેરવાડા, મોરીયા, નણાસર, ઓબાપુરા, પખાણવા, પારપડા, રાજપુર (પ), રામપુરા(ક), રતનપુર, રૂપપુરા
  4. બિન-અનામત / સામાન્ય (કુલ 63 બેઠકો) :
    સ્ત્રી અનામત (31) : અલીગઢ, બાદરપુરા(ભુ), ભાભર (ખેડા), હુસેનપુરા, જડિયાલ, જોરૂપુરા(ભા), ખરોડીયા, મોટા, પીંપળી(ભા), સાગ્રોસણા, સલેમપુરા, સામડી મો.વાસ, સામડી ના.વાસ, સાંગલા, સરીપડા, સાસમ, સેંદ્રાસણ, સેજલપુરા, સેમોદ્રા, સોનગઢ, સુંઢા, સુરજપુરા, ટાકરવાડા, તાલેપુરા(મ), ટોકરીયા, વગદા, વાસણા(ધા), વાસણી, વાસડા(ફ), વાસણા(જ), વેડંચા
    સામાન્ય (32) : આકેસણા, આંબલીયાળ, આંબેઠા, એંગોલા, આંત્રૌલી, અસ્માપુરા(ક), બાદરગઢ, બાદરપુરા(કા), બાદરપુરા(ખો), ભાગળ(જ), ભાગળ(પી), ભટામલમોટી, ભાવિસણા, ભુતેડી, ચડોતર, ચંડીસર, છાપરા, ચિત્રાસણી, દલવાડા, દેલવાડા, ધાણધા, ઠેલાણા, ફતેપુર, ગઢ, ગાલવાડા, ગઢામણ, ગોળા, ગુરૂનગર, હસનપુર, હાથીદ્રા, જસલેણી, કોટડા(ભા)