Banaskantha

ઘરમાં પણ લોકો સુરક્ષિત નથી : ડ્રોઇંગ રૂમમાં સૂતી વૃદ્ધા પર હુમલો કરી બંગડીઓની લૂંટ

By GS Team
3 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના માંજલપુરમાં લાલબાગ બ્રિજ પાસેની જગન્નાથપુરમ સોસાયટીમાં 81 વર્ષીય લીલાબેન પટેલ પર હુમલો થયો હતો. ઘરમાં સૂતેલા વૃદ્ધાના હાથમાંથી એક મહિલાએ 12 ગ્રામ વજનની સોનાની બંગડીઓ બળજબરીથી કાઢી લીધી હતી. મહિલાએ માથામાં લાકડી મારી 1.70 લાખની બંગડીઓ લૂંટી ફરાર થતા, માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરમાં પણ લોકો સુરક્ષિત નથી : ડ્રોઇંગ રૂમમાં સૂતી વૃદ્ધા પર હુમલો કરી બંગડીઓની લૂંટ

Vadodara Robbery Case : વડોદરામાં ઘરમાં સૂતી વૃદ્ધા પર હુમલો કરીને મહિલા સોનાની 12 ગ્રામ વજનની બંગડીઓ બળજબરીથી કાઢીને ફરાર થઇ ગઇ હતી.
માંજલપુરમાં લાલબાગ બ્રિજ પાસે જગન્નાથપુરમ સોસાયટીમાં રહેતા 81 વર્ષના લીલાબેન નગીનભાઇ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ ખેતીવાડી વિભાગમાં નોકરી કરતા હતા. 15 વર્ષ અગાઉ તેઓનું અવસાન થયું છે. તેમના પેન્શનના પૈસાથી મારું ગુજરાન ચાલે છે. ગઇકાલે હું મારા ઘરના બેઠકરૂમમાં સોફા પર સૂતી હતી. તે દરમિયાન સાડા પાંચ વાગ્યે એક મહિલા મારા ઘરમાં ઘુસી આવી હતી. તમારા ડાબા હાથે પહેરેલી સોનાની બંગડી તે કાઢવા જતા હું જાગી ગઇ હતી. મેં તેનો હાથ પકડી લેતા તેણે મારી સાથે ઝપાઝપી કરી હતી. તેણે ઘરમાં પડેલી એક્યુપ્રેશરની સ્ટીક મારા માથામાં મારીને મારા હાથમાંથી સોનાની બંગડીઓ કાઢી લીધી હતી. મેં બૂમાબૂમ કરતા તે મહિલા નાસી ગઇ હતી.
સોનાની 12 ગ્રામ વજનની બંગડીઓ કિંમત રૂપિયા 1.70 લાખની લઇને ભાગી ગયેલી મહિલાની માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બંગડીઓ 35 વર્ષ જૂની હોવાનું વૃદ્ધાનું કહેવું છે.