Gujarat

બટાકાના ભાવ સારા મળતાં ડીસા પંથકના ખેડુતોમાં ખુશી

By GS Team
14 Feb 20221 min read
This article was originally published on 14 Feb 2022
બટાકાના ભાવ સારા મળતાં ડીસા પંથકના ખેડુતોમાં ખુશી

ભીલડી તા.13

બનાસકાંઠા જિલ્લાનું બટાકાના હબ ગણાતા ડીસા પંથકમાં આ વર્ષે બટાકા નીકળાવાની શરૃઆત થઇ  ગઇ છે. પરંતુ જિલ્લામાં બટાકાના વાવેતરમાં ઘટાડો અને કમોસમી વરસાદના કારણે આ વર્ષે બટાકાના ભાવ ગત વર્ષ કરતાં બમણા મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ગતવર્ષે ઉંચા બિયારણના ભાવે ખેડુતે વાવેતર કર્યું હતું પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડુતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ આ વર્ષે ગતવર્ષ કરતા બિયારણ પણ સસ્તુ હતું પરંતુ ગતવર્ષ કરતા આ વર્ષ બટાકાનું વાવેતર ઓછું થયું હતું અને કમોસમી વરસાદ અને વારંવાર વાતાવરણના પલટાતાના કારણે  ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઇને મોટા ભાગના કોલ્ડસ્ટોરેજ ખાલી રહેવાની શકયતા જોવા મળી રહી છે. બનાસકાંઠામા ૫૮૯૦૨ હેકટરનંુ  વાવેતર થયેલ છે. જેમા ગતવર્ષ કરતા આ વર્ષે ૧૦૦૧ હેકટર વાવેતર ઓછું થયેલ છે. પોખરાજ બટાકા ૨૦ કિલોના ૧૫૦ થી ૨૨૦ તેમજ ,ખ્યાતી બટાકા ૨૦ કિલોના ૧૮૦ થી ૨૪૦ ,બાદશાહ બટાકાના ૨૦ કિલોના ૨૨૦ થી ૨૭૦ રૃપિયા ભાવ જોવા મળી રહ્યો છે. જેમા ગત વર્ષ કરતા આ વર્ષે ખેડુતોને બટાકાના ડબલ ભાવો મળી રહ્યા છે.