નવરાત્રિમાં અંબાજી-ચોટીલા જતાં ભક્તો ખાસ વાંચે: દર્શન-આરતી અને હવનના સમયમાં ફેરફાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ambaji-Chotila Navratri 2026: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શક્તિપીઠ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે થતા ફેરફાર તેમજ આસો નવરાત્રિ મહોત્સવ 2026ને ધ્યાને રાખી દર્શન તથા આરતીના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવો સમય આસો સુદ-1 (એકમ) (11મી ઓક્ટોબર)થી આસો સુદ-8 (આઠમ, 19મી ઓક્ટોબર) સુધી અમલમાં રહેશે. બીજી તરફ ચોટીલા ખાતે શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રી 2026 અંતર્ગત ડુંગર ઉપર આવેલા મા ચામુંડાના મંદિરે આરતી, હવનાષ્ટમી અને ભોજન પ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
દર્શન અને આરતીનો નવો સમય (11મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર)
•સવારની આરતી: સવારે 7:30થી 8:00 વાગ્યા સુધી
•સવારના દર્શન: સવારે 8:00થી 11:30 વાગ્યા સુધી
•રાજભોગ: બપોરે 12:00 વાગ્યે
•બપોરના દર્શન: બપોરે 12:30થી 16:15 વાગ્યા સુધી
•સાંજની આરતી: સાંજે 6:30થી 7:00 વાગ્યા સુધી
•સાંજના દર્શન: સાંજે 7:00થી 9:00 વાગ્યા સુધી
નવરાત્રિ મહોત્સવ અંતર્ગત વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન યોજાનારા મુખ્ય ધાર્મિક પ્રસંગોનું વિગતવાર શિડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે.
•ઘટ સ્થાપન: આસો સુદ-1 (11મી ઓક્ટોબર)ના રોજ સવારે 9:00થી 10:30 વાગ્યા સુધી
•દુર્ગાષ્ટમી (આઠમ): આસો સુદ-8 (19મી ઓક્ટોબર) ના રોજ સવારે 6:00 વાગ્યે આરતી
•ઉત્થાપન: આસો સુદ-8 ( (19મી ઓક્ટોબર))ના રોજ સવારે 10:00 વાગ્યે
•દૂધ પૌંઆનો ભોગ: 25મી ઓક્ટોબરનાના રોજ રાતે 12:00 વાગ્યે કપૂર આરતી
•પૂનમની આરતી: આસો સુદ-15 (પૂનમ) 26મી ઓક્ટોબરના રોજ સવારે 6:00 વાગ્યે આરતી
ઉલ્લેખનીય છે કે, 20મી ઓક્ટોબરથી મા અંબાના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ થઈ જશે.
ચોટીલા ડુંગર પર નવરાત્રિ નિમિત્તે મા ચામુંડાના દર્શન-આરતીના સમય જાહેર
પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રિ 2026 અંતર્ગત ડુંગર ઉપર આવેલા મા ચામુંડાના મંદિરે આરતી, હવનાષ્ટમી અને ભોજન પ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવરાત્રિ મહોત્સવ 11મીથી 19મી ઓક્ટોબર સુધી ઉજવાશે.
આરતી અને પગથિયાના દ્વારનો સમય
•સવારની આરતી: પહેલું નોરતું (11મી ઓક્ટોબર) અને આઠમું નોરતું (18મી ઓક્ટોબર) ના દિવસે સવારની મંગળા આરતી સવારે 4:00 વાગ્યા રહેશે. જ્યારે નવરાત્રિના બાકીના 7 દિવસ સવારની આરતી સવારે 5:00 વાગ્યા યોજાશે.
•પગથિયાનો દ્વાર: દર્શાનાર્થીઓ માટે ડુંગર પર જવાનો પગથિયાનો દ્વાર સવારની આરતીના સમયથી 30 મિનિટ પહેલાં ખોલી દેવામાં આવશે. •સાંજની આરતી: નવરાત્રિ દરમિયાન દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે રહેશે.
•હવનાષ્ટમી (હવન): 18મી ઓક્ટોબરના રોજ ડુંગર ઉપર પવિત્ર હવનનું આયોજન થશે અને બપોરે 2:30 વાગ્યે બીડું હોમાશે.
•ભોજન પ્રસાદી: નવરાત્રિ દરમિયાન હવનાષ્ટમી સિવાયના બાકીના આઠ નોરતાના દિવસે મંદિર ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય બપોરે 11:00થી 2:00 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે હવનાષ્ટમીના દિવસે (18મી ઓક્ટોબર) બીડું હોમાયા બાદ બપોરે 3:00 વાગ્યાથી ભોજન પ્રસાદી શરૂ થશે.




