Banaskantha

ગુજરાત કોંગ્રેસમાં ઉકળતો ચરૂ : બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસનું આખું માળખું રદ, જાણો શું છે વિવાદ

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશની મંજૂરી વગર સોશિયલ મીડિયા પર નવી ટીમ જાહેર કરતાં વિવાદ થયો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાત્કાલિક આ માળખું રદ કર્યું. આ નિર્ણયથી પ્રદેશ અને જિલ્લા નેતાઓ સામસામે આવી ગયા છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આગામી દિવસોમાં હાઈકમાન્ડની ભૂમિકા મહત્વની રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત કોંગ્રેસમાં ઉકળતો ચરૂ : બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસનું આખું માળખું રદ, જાણો શું છે વિવાદ

Banaskantha Congress : સોમવારના રોજ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠનને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. સોશિયલ મીડિયા પર બારોબાર નવી ટીમની જાહેરાત કરતાં પ્રદેશ નેતાગિરીએ આકરું વલણ અપનાવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બનાસકાંઠા જિલ્લાના જાહેર કરાયેલા માળખાને સત્તાવાર રીતે રદ કરી દીધું છે, પરિણામે પ્રદેશ અને જિલ્લા નેતાગિરી સામસામે આવી ગઈ છે.

ગુલાબસિંહ રાજપૂતની મુશ્કેલીઓ

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશ સંગઠનની સત્તાવાર મંજૂરી મેળવ્યા વિના જ જિલ્લા ટીમની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી દીધી હતી. આ આખા માળખાની જાહેરાતમાં અનેક સિનિયર આગેવાનો અને કાર્યકરોની નારાજગી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ મામલો પ્રદેશ નેતાગિરી સુધી પહોંચતા જ સંગઠનમાં શિસ્તભંગ અને અસંતોષની સ્થિતિ ઊભી થઈ હતી. આંતરિક વિવાદ સપાટીએ આવતા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાબડતોબ નિર્ણય લઈને બનાસકાંઠા જિલ્લાના આ આખા માળખાને રદ જાહેર કર્યું છે.

સ્થાનિક રાજકારણમાં ગરમાવો

નેતાગિરીના આ આકરા પગલાંથી બનાસકાંઠા કોંગ્રેસના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે પ્રમુખની મંજૂરી વગર લેવાયેલા આ નિર્ણયને કારણે પક્ષની છબી ખરડાઈ છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે જ સરહદી જિલ્લા બનાસકાંઠામાં જૂથવાદ કોંગ્રેસ પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. પ્રદેશ નેતાગિરી અને બનાસકાંઠા જિલ્લા વચ્ચે અત્યારે રાજકીય જંગ જામ્યો છે. આગામી દિવસોમાં આ મામલે હાઈકમાન્ડ દખલ કરે છે કે પછી સ્થાનિક નેતાઓ વચ્ચે સમજૂતી થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.