Gujarat

રાજકીય કિન્નાખોરીથી નોકરી છીનવી હોવાનો આક્ષેપ કરાયો

By GS Team
17 Mar 20222 mins read
This article was originally published on 17 Mar 2022
રાજકીય કિન્નાખોરીથી નોકરી  છીનવી હોવાનો  આક્ષેપ કરાયો

પાલનપુર, તા.16

બનાસબેન્ક ના જનરલ મેનેજરને બોગસ ડીગ્રી થી નોકરી મેળવવાં મામલે તેમને ફરજ માંથી મુક્ત કરવામાં આવતા ઉહાપોહ સર્જાયો છે.જેમાં ફરજ મુક્ત કરાયેલા જનરલ મેનેજરે તેંમને રાજકીય બદઇરાદે બદનામ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લા ની અગ્રણી સહકારી સંસ્થા એવી બનાસ બેંકના નવા નિયામક મંડળ દ્રારા બેંકના જિલ્લા બહારના લોકોની બેંકમાં બોગસ ભરતી કરાઈ હોવાની બુમરાડ ને લઈ તપાસ કમિટી રચાઈ હતી.જેમાં કમિટીની તપાસમાં કેટલાક અધિકારી ઓ તેમજ કર્મચારીઓ નો બોગસ ભરતી કરાઈ હોવાનું માલુમ પડતા અને બેંક ના જનરલ મેનેજર અશોક ચૌધરી પણ બોગસ ડીગ્રીથી નોકરી મેળવી હોવાનું તપાસમાં બહાર આવતા તેમેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.જોકે  બર તરફ કરાયેલા જનરલ મેનેજર અશોક ચૌધરીએ તેમના પર લાગેલા આક્ષેપ ને પાયા વિહોણા ગણાવ્યા હતા અને તેમને બુંદેલખંડ યુનિવસટીમાં અભ્યાસ કર્યો જ ન હોવા નું અને વર્ષ ૨૦૦૪માં ઘો.૧૦-૧૨ ના અભ્યાસ પર બેંકમાં જુનિયર ઓફિસર તરીકે જોડાયો હતો. બાદમાં સહકાર વિભાગ ની કો.ઓપ નો ડિપ્લોમા,ડો.આંબેડકર યુનિવસટી અને ઉત્તર ગુજરાત યુનિવસટીમાં ડીગ્રી પ્રાપ્ત કરી અનુભવ ના આધારે બેંકમાં પ્રમોશન થી જનરલ મેનેજરનો પોસ્ટ મેળવી હોવાનો દાવો કર્યો હતો તેમના પર લાગેલા તમામ આક્ષેપો પાયવિહોણા ગણાવ્યા હતા.

નોકરી મેળવવા મે બુંદેલખંડની ડીગ્રી આપી નથી: જી.એમ.

બનાસબેન્ક માંથી બોગસ ડીગ્રી મામળવ બર તરફ કરાયેલ જનરલ મેનેજર અશોક ચૌધરી એ જણાવ્યું હતું.કે ૧૮ વર્ષ પહેલાં ૨૦૦૪માં ધો.૧૦ અને ૧૨ ની લાયકાત પર મેં બનાસબેન્ક નોકરી માટે અરજી કરી હતી જેને લઈ મને જુનિયર ઓફિસર તરીકે નિયુક્તિ કરાઈ હતી.બાદમાં મેં ડો.બાબા સાહેબ આંબેડકર ,ઉત્તર ગુજરાત યુનિવસટીની ડીગ્રી મેળવી હતી.અને કો.ઓપરેટિવ માં ડિપ્લોમા કર્યા હતો.જેને લઈ અનુભવ અને પ્રમોશન થી જનરલ મેનેજર બન્યો છું મને રાજકીય બદઈરાદાપૂર્વક બદનામ કરવામાં આવી રહ્યો છે.