Astro

મહેનત તમે કરો ને પ્રમોશન બીજું લઈ જાય છે? જ્યોતિષ મુજબ સમજો ઓફિસમાં શું કરવું અને શું ન કરવું

By GS Team
14 Oct 20264 mins read
TukuTouch Logo
વૈદિક જ્યોતિષ મુજબ, શનિદેવનો સંબંધ નોકરી સાથે ગાઢ છે. કુંડળીમાં શનિની અન્ય ગ્રહો સાથેની યુતિ નોકરીમાં લાભ કે નુકસાન પહોંચાડી શકે છે. શનિ-ચંદ્રની યુતિ માનસિક તણાવ, શનિ-કેતુ અસંતોષ, શનિ-ગુરુ ઈમાનદારી, શનિ-મંગળ ફ્રસ્ટ્રેશન, શનિ-શુક્ર સફળતા (જો પ્રોફેશનલ રહેવાય તો), શનિ-સૂર્ય બોસ સાથે ટકરાવ, શનિ-બુધ કૌશલ્ય અને શનિ-રાહુ દેખાડાથી બચવાની સલાહ આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહેનત તમે કરો ને પ્રમોશન બીજું લઈ જાય છે? જ્યોતિષ મુજબ સમજો ઓફિસમાં શું કરવું અને શું ન કરવું

Grah Nakshatra Astrology: ઘણા લોકો લાંબા સમય સુધી સારી નોકરીની શોધ કરતા રહે છે છતાં તેમને તેમની મનપસંદ નોકરી મળી શકતી નથી. પરંતુ તમે જાણીને હેરાન રહી જશો કે વૈદિક જ્યોતિષમાં શનિનો સંબંધ નોકરી સાથે માનવામાં આવે છે. તમારી નોકરીમાં તરક્કી, અચાનક આવેલા ફેરફારો કે ઓફિસ પૉલિટિક્સ પાછળ શનિ દેવની મહત્વની ભૂમિકા હોય છે. ચાલો જાણીએ કુંડળીમાં શનિ સાથે કયા ગ્રહની યુતિ નોકરીમાં તમને ફાયદો કે નુકસાન કરાવી શકે છે.

ઘણા લોકો ઓફિસમાં એક્સ્ટ્રા ટાઈમ આપે છે, બીજા કરતાં વધુ મહેનત કરે છે અને જ્યારે વાત પ્રમોશનની આવે છે, ત્યારે તે બીજા કોઈકને મળી જાય છે. વૈદિક જ્યોતિષ પ્રમાણે નોકરીનું સંપૂર્ણ કંટ્રોલ 'શનિદેવ' પાસે હોય છે.

શનિ અને ચંદ્રની યુતિની નોકરી પર અસર

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે કુંડળીમાં શનિ અને ચંદ્ર એકસાથે હોય છે, ત્યારે જાતકને નોકરીમાં માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં ચંદ્ર (મન) જ્યારે શનિ (દબાવ) સાથે આવે છે, ત્યારે વ્યક્તિને નોકરીમાં દમ ઘૂટે અથવા તો માનસિક તણાવ અનુભવાઈ શકે છે. તેમને હંમેશાં જૉબ જતી રહેવાની ચિંતા સતાવ્યા કરે છે.

આવી સ્થિતિમાં તમારી નોકરી સાથે તમારી લાગણીઓને જોડશો નહીં. ઓફિસનું કામ કે વાત ઓફિસ સુધી જ રાખો, તેનો ઉલ્લેખ ઘર કે મિત્રો સાથે ન કરો. આની સાથે જ સહકર્મીઓની વાતોને દિલ પર લેવાનું બંધ કરો. શાંત મન અને સ્થિર કર્મ જ તમને આ સમસ્યાથી છુટકારો અપાવી શકે છે.

શનિ અને કેતુની યુતિની નોકરી પર અસર

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ અને કેતુની યુતિ વ્યક્તિને હંમેશાં અસંતોષ જ આપે છે. વ્યક્તિ ગમે તેટલી સારી નોકરી કેમ ન કરી રહ્યો હોય, તેને એવું લાગે છે કે 'હું આ કામ માટે બન્યો નથી.' આ જ અસંતોષના કારણે તેમને વારંવાર નોકરી બદલવાનું મન થાય છે.

આ જ સ્થિતિમાં તેમણે એ સ્વીકારવું જોઈએ કે કોઈ પણ નોકરી પરફેક્ટ નથી હોતી. તમારી નોકરીને તમારી ઓળખ બનાવવાથી બચો. કામ કરતી વખતે મળતા પરિણામો પર વધુ ન વિચારો.

શનિ અને ગુરુની યુતિની નોકરી પર અસર

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિ અને ગુરુની આ યુતિ વ્યક્તિને કામ પ્રત્યે ઈમાનદાર અને નિયમ પ્રમાણે ચાલનાર બનાવે છે. અસલી સમસ્યા ત્યારે આવે છે જ્યારે તમે બીજાઓ પાસેથી પણ આવી જ પરફેક્શન અને નૈતિકતાની અપેક્ષા રાખવા લાગો છો.

તમારે વર્કપ્લેસ પર બીજાઓને જ્ઞાન આપવાનું કે તેમને સુધારવાનું બંધ કરી દેવું જોઈએ. તમારા કામને તમારો ધર્મ માનો અને તમારા જુનિયર્સને સારા માર્ગદર્શક તરીકે ગાઈડ કરો.

શનિ અને મંગળની યુતિની નોકરી પર અસર

મંગળ જેને જ્યોતિષ શાસ્ત્રમાં (ઉતાવળ અને ઉગ્ર) માનવામાં આવે છે અને શનિ જીવનમાં ધૈર્ય અને રૂકાવટના કારક છે. આવી સ્થિતિમાં શનિ-મંગળની યુતિ વ્યક્તિની અંદર તીવ્ર ફ્રસ્ટેશન પેદા કરે છે. વ્યક્તિને લાગે છે કે તે ઘણી મહેનત કરી રહ્યો છે પરંતુ પ્રમોશન ખૂબ ધીમે થઈ રહ્યું છે. સહકર્મીઓ સાથે તીખી બોલાચાલીથી બચવાની જરૂર છે.

વર્કપ્લેસ પર આક્રમકતા બિલકુલ પણ ન બતાવો. તમારું આખું ફોકસ અને એનર્જી તમારા કામ પર લગાવો. જો તમને નોકરીમાં તરક્કી નથી મળી રહી, તો ધૈર્ય રાખો.

શનિ અને શુક્રની યુતિની નોકરી પર અસર

શનિ અને શુક્રની યુતિ તમને નોકરીના ક્ષેત્રમાં કે ક્રિએટિવ ફિલ્ડમાં સફળતા પ્રદાન કરવાનું કામ કરે છે. પરંતુ વ્યક્તિ કામના સમયે મજાક-મસ્તી કે ઓફિસ રોમાન્સમાં પડી જાય, તો શનિ અચાનક નોકરીમાં મોટો ડાઉનફોલ આપી દે છે.

વર્કપ્લેસ પર કડક પ્રોફેશનલિઝમ જાળવી રાખવું ખૂબ જરૂરી છે. ઓફિસની મહિલા સહકર્મીઓનું સન્માન કરવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત તમારી નોકરીના માધ્યમથી મળતા પૈસા અને સુવિધાઓનું પ્રદર્શન કરવાનું ટાળવું જોઈએ.

શનિ અને સૂર્યની યુતિની નોકરી પર અસર

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને 'રાજા' અને શનિને 'મજૂર' કટ્ટર શત્રુ માનવામાં આવ્યા છે. આ યુતિવાળા વ્યક્તિને હંમેશાં એવું લાગે છે કે તેનો બૉસ તેને દબાવી રહ્યો છે અથવા તેની મહેનતને પોતાની જણાવીને ક્રેડિટ ખાઈ રહ્યો છે. આ સ્થિતિમાં વ્યક્તિને ઑથોરિટી સાથે હંમેશાં ટકરાવનો સામનો કરવો પડે છે.

તમને સલાહ છે કે તમારા બૉસ કે સિનિયર્સ સાથે ક્યારેય ઈગો ન ટકરાવો. ભલે બૉસ ખોટા હોય, વર્કપ્લેસ પર શિસ્ત ન તોડો. તમારું કામ ઈમાનદારીથી કરો અને ક્રેડિટની ચિંતા છોડી દો. શનિ સમય આવ્યે સૂર્ય એટલે કે ઑથોરિટીને ઝૂકવા માટે મજબૂર કરી દેશે.

શનિ અને બુધની યુતિની નોકરી પર અસર

જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ કૌશલ્ય અને શનિ ગ્રહ કર્મના પ્રતીક માનવામાં આવે છે. આ બંને ગ્રહોની યુતિ તમને ખૂબ લૉજિકલ, મહેનતુ અને જવાબદાર કર્મચારી બનાવવાનું કામ કરે છે. પરંતુ ઘણીવાર તમે કામની બારીકાઈઓમાં એટલા બધા અટવાઈ જાઓ છો કે મોટી બાબતો છૂટી જાય છે.

તમારી સ્કિલ્સને સતત અપડેટ કરતા રહો. ઓફિસની કાગળની કાર્યવાહીમાં 100 ટકા ઈમાનદારી રાખો. ગપસપ અને ઓફિસ પૉલિટિક્સથી દૂર રહો.

શનિ અને રાહુની યુતિની નોકરી પર અસર

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ શનિની ઊર્જાને અનિયંત્રિત કરી દે છે. વ્યક્તિ કામ ઓછું અને દેખાવો વધુ કરે છે. આ લોકો ઓફિસ પૉલિટિક્સમાં માહિર હોય છે, પરંતુ રાહુનો પડદો પડતા જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે.

વર્કપ્લેસ પર કોઈપણ પ્રકારના શૉર્ટકટ્સથી બચો. કોઈની વિરુદ્ધ ષડયંત્ર ન રચો. તમારું કામ ચૂપચાપ કરો અને રાહુની માયાથી બચો તથા શનિની જેમ મહેનત કરતા શીખો.