Astro

સાપ્તાહિક રાશિફળ: 10 થી 16 નવેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે

By GS Team
10 Nov 20254 mins read
TukuTouch Logo
નવેમ્બર મહિનાનું બીજું સપ્તાહ, એટલે કે 10 થી 16 નવેમ્બર, 2025 તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોએ વિશેષ તકેદારી રાખવી પડશે. ખાસ કરીને, મેષ રાશિના જાતકોએ કામકાજ દરમિયાન અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો. મિથુન રાશિએ નોકરીમાં બદલી, બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સફળતા મળે. કર્ક રાશિએ ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે. તો કન્યા રાશિના માન પ્રતિષ્ઠામાં વધારો થાય. વૃશ્ચિક રાશિને પરિવાર સાથે મુસાફરીના યોગ. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

સાપ્તાહિક રાશિફળ: 10 થી 16 નવેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે

નવેમ્બર મહિનાનું બીજું સપ્તાહ, એટલે કે 10 થી 16 નવેમ્બર, 2025 તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર,  આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોએ વિશેષ તકેદારી રાખવી પડશે. ખાસ કરીને, મેષ રાશિના જાતકોએ કામકાજ દરમિયાન અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો. મિથુન રાશિએ નોકરીમાં બદલી, બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સફળતા મળે. કર્ક રાશિએ ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે. તો કન્યા રાશિના માન પ્રતિષ્ઠામાં વધારો થાય. વૃશ્ચિક રાશિને પરિવાર સાથે મુસાફરીના યોગ. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ.

મેષ રાશિ : 

કામકાજ દરમિયાન અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો. જેથી કોઈ મનમાં અણગમો ઉભો ન થાય અને કાર્ય તમારા અનુભવ અને યોગ્ય માર્ગદર્શન પ્રમાણે કરવું. તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય. મુસાફરીના યોગ છે, તેમાં ઉત્સાહ પણ વધે.

વૃષભ રાશિ :

સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે, યોગ્ય નિદાન થવાથી રાહત અનુભવાય. વિદ્યાભ્યાસ અંગે સારા યોગ બને નવું શીખવાની ઈચ્છા જાગે. તમારી લાગણી સંતોષાય, જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે. યાત્રા કે જાત્રા, ધાર્મિક કાર્ય સંભવિત બની શકે છે. નસીબ સાથ આપતું જણાય. જેની સારી અસર તમારા કાર્ય પર પણ થાય.

મિથુન રાશિ :

નોકરીમાં બદલી, બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સારી આશા બને. વ્યવસાયમાં પ્રગતિ થાય તેવા પ્રયાસ પણ લાભકારી બનતા જણાય. અણધાર્યો કોઈ લાભ પણ મળે. જુના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે. આરોગ્ય સુખાકારી પણ વધે. કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય જેની ખુશી પણ અનુભવાય. 

કર્ક રાશિ : 

ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે. જુના મતભેદ સુધારવાની તક મળે અને સંબંધમાં પણ સુધારો આવે. જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે. નોકરીમાં સારી બદલી, બઢતી કે નવી તક મળી શકે. આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે.

સિંહ રાશિ :

લાંબા અંતરની કોઈ યાત્રા કે જાત્રાનું આયોજન થઈ શકે છે. પરિચિત સાથે વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ પણ બને. આર્થિક, કૌટુંબિક બાબત સારું સુખ મળે. અશાંત મન ધીરેધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય.

કન્યા રાશિ :

તમારા યોગ્ય પ્રયત્ન વડે ભાઈ- બહેન કુટુંબ અંગે સારું કાર્ય થાય. તેમના માટેના કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને. આત્મબળ, હિંમતમાં વધારો થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહે.  માન પ્રતિષ્ઠામાં વધારો આવી શકે. નવા સંબંધનો વિકાસ થાય જેનો ઉત્સાહ પણ રહે.

તુલા રાશિ : 

કોઈ પ્રસંગમાં નવા મિત્રો પરિચિતો સાથે સંબંધ વધે, તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે. શારીરિક પીડા હોય તે ઓછી થાય. જેથી રાહત અનુભવાય. તન મનમાં સ્ફૂર્તિ વધે, સાહસી વિચારો રહે. કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે. કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે. 

વૃશ્ચિક રાશિ : 

પરિવાર સાથે મુસાફરીના યોગ બને છે. યાત્રા કે જાત્રા થઈ શકે જેનો સંતોષ પણ મળે. આરોગ્યમાં કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે. આસપાસના વર્તુળોમાં જેમકે પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બને. જુના મતભેદ ભૂલવાની તક મળે.

ધન રાશિ : 

કોઈ તક વડે ધન વૈભવમાં વધારો થાય તેવા એંધાણ જોવા મળે. વાણી પર પ્રભુત્વ વધે. જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે. નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે. કોઈ અણબનાવ હોય તેમાં પણ સુધારો આવી શકે.

મકર રાશિ : 

ઘણા સમય બાદ નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે. ખટપટથી દુર રહેવું. લાંબા અંતરની મુસાફરી પણ થઇ શકે. નાણાકીય લાભ પણ સંભવિત બને કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશી અનુભવો.

કુંભ રાશિ : 

વ્યવહાર અને વર્તન દરમિયાન લાગણીઓમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું. વધુ વિચાર ન કરવા વ્યવહારુ બનવું. નવી કોઈ જાણકારી કે શીખવાનું બને. તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને. ભાઈ બહેન મિત્રોનો સાથ સહકાર વધે ઉત્સાહ પણ સારો જળવાય.

મીન રાશિ :

યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તો જુના અટકેલા કાર્યો થઈ શકે, માટે તે અંગે વિચાર કરવો ઇચ્છનીય છે. અચાનક કોઈ સારી લાભની વાત સાંભળવા મળી શકે. નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય. મતભેદ સુધારવાની તક મળે ધીરેધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે.