Astro

સાપ્તાહિક રાશિફળ: 30 માર્ચથી 05 એપ્રિલ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

By GS Team
30 Mar 20263 mins read
TukuTouch Logo
30 માર્ચથી 05 એપ્રિલ 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં ઉત્સાહ-ખુશી જોવા મળે, મુસાફરીના યોગ અને વ્યવહારુ અભિગમ રહેશે. તેમજ કોઈ ગેરસમજ ન થાય તે માટે શું સાવચેતી રાખવી, ચાલો જાણીએ વિગતે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાપ્તાહિક રાશિફળ: 30 માર્ચથી 05 એપ્રિલ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

Weekly Horoscope : 30 માર્ચથી 05 એપ્રિલ 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં ઉત્સાહ-ખુશી જોવા મળે, મુસાફરીના યોગ અને વ્યવહારુ અભિગમ રહેશે. તેમજ કોઈ ગેરસમજ ન થાય તે માટે શું સાવચેતી રાખવી, ચાલો જાણીએ વિગતે.

મેષ: 

વ્યવહાર અને વર્તન દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન રાખવું. વધુ વિચાર ન કરવા, વ્યવહારુ બનવું, નવી કોઈ જાણકારી કે શીખવાનું બને. તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને. ભાઈ બહેન મિત્રોનો સાથ સહકાર વધે અને ઉત્સાહ પણ સારો જળવાય.

વૃષભ:

આયોજન કરવામાં આવે તો જૂના અટકેલા કાર્યો પૂરા થઈ શકે તે માટે વિચાર કરવો ઇચ્છનીય છે. અચાનક કોઈ સારી લાભની વાત સાંભળવા મળી શકે. નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય, તેવું કોઈ કાર્ય થાય મતભેદ સુધારવાની તક મળે. ધીરેધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે. 

મિથુન: 

કામકાજ દરમિયાન ધીરજ શાંતિ વધુ રાખવી, જેથી કોઈ કાર્યમાં ઉદ્વેગ ઉભો ન થાય અને કાર્ય તમારા અનુભવ અને યોગ્ય માર્ગદર્શન પ્રમાણે કરવું. તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય, મુસાફરીના યોગ છે, તેમાં ઉત્સાહ પણ વધે.

કર્ક: 

સહકાર અને શાંતિ મળે, જૂના મતભેદ સુધારવાની તક મળે અને સંબંધમાં પણ સુધારો આવે. જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે. નોકરીમાં સારી બદલી, બઢતી કે નવી તક મળી શકે.આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે.

સિંહ:

અંગત કે વ્યવસાયમાં યોગ્ય પ્રયત્ન કરવાથી સારી આશા બને. જરૂરી પ્રયાસ પણ લાભકારી બનતા જણાય. અણધાર્યો કોઈ લાભ પણ મળે. જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે. આરોગ્ય સુખાકારી પણ વધે. કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય, જેની ખુશી પણ અનુભવાય. 

કન્યા:

યોગ્ય નિદાન થવાથી રાહત અનુભવાય, વિદ્યાભ્યાસ અંગે સારા યોગ બને નવું શીખવાની ઈચ્છા જાગે, તમારી લાગણી સંતોષાય, જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે, યાત્રા કે જાત્રા, ધાર્મિક કાર્ય સંભવિત બની શકે છે. નસીબ સાથ આપતું જણાય, જેની સારી અસર તમારા કાર્ય પર પણ થાય.

તુલા:

પારિવારિક કાર્ય અંગે સારું કામ થાય તેમના માટેના કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને. આત્મબળ, હિંમતમાં વધારો થાય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહે, માન પ્રતિષ્ઠામાં વધારો આવી શકે નવા સંબંધનો વિકાસ થાય, જેનો ઉત્સાહ પણ રહે.

વૃશ્ચિક: 

કોઈ તક મળતા ઉત્સાહમાં વધારો થાય. સારી બાબત પણ જોવા મળે, વાણી પર પ્રભુત્વ વધે, જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે, નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે. કોઈ અણબનાવ હોય તેમાં પણ સુધારો આવી શકે.

ઘન: 

કામકાજ અંગે કોઈ મુસાફરીના યોગ બને છે અથવા પરિવાર સાથે યાત્રા કે જાત્રા થઈ શકે, જેનો સંતોષ પણ મળે. આરોગ્યમાં કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે. આસપાસના વર્તુળોમાં જેમકે પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બને, જૂના મતભેદ ભૂલવાની તક મળે.

મકર:

કોઈ અગત્યનું આયોજન થઈ શકે. પરિચિત સાથે વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ પણ બને, આર્થિક, કૌટુંબિક બાબત સારું સુખ મળે, અશાંત મન ધીરેધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે અને કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય.

આ પણ વાંચો: રામ નવમી પર 5 રાશિના જાતકોને ભવનો આંટો ફળશે, પ્રભુ શ્રી રામના મળશે આશીર્વાદ

કુંભ: 

નવા મિત્રો બને અથવા પરિચિતો સાથે સંબંધ વધે, તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે. શારીરિક પીડા હોય તે ઓછી થાય, જેથી રાહત અનુભવાય. તન મનમાં સ્ફૂર્તિ વધે, સાહસી વિચારો રહે, કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે, કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે.

મીન: 

ઘણા સમય બાદ નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે, ખટપટથી દૂર રહેવું, લાંબા અંતરની મુસાફરી પણ થઈ શકે, નાણાકીય લાભ પણ સંભવિત બને, કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશી અનુભવો.