Astro

સાપ્તાહિક રાશિફળ: 24થી 30 ઓગસ્ટ 2026, જાણો આ સપ્તાહનું તમારું રાશિ ભવિષ્ય

By GS Team
24 Aug 20264 mins read
TukuTouch Logo
જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, 24થી 30 ઓગસ્ટ 2026નું સાપ્તાહિક રાશિફળ જાહેર થયું છે. આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોને વ્યવહારુ અભિગમ રાખવાની સલાહ અપાઈ છે. મેષ રાશિના જાતકોએ મન શાંત રાખી, સામાજિક કાર્યોમાં ભાગ લેવો. વૃષભ રાશિના જાતકોએ ધીરજ અને જવાબદારીપૂર્વક કામ કરવું. મિથુન રાશિ માટે સફળ મુલાકાતો અને પ્રવાસના યોગ છે. સિંહ રાશિએ ધીરજ અને વાતચીતમાં કાળજી રાખવી.

Summarized by AI; it may make mistakes. Check important info

સાપ્તાહિક રાશિફળ: 24થી 30 ઓગસ્ટ 2026, જાણો આ સપ્તાહનું તમારું રાશિ ભવિષ્ય

Weekly Horoscope: 24થી 30 ઓગસ્ટ 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં વ્યવહારુ અભિગમ રહેશે. તેમજ કોઈ ગેરસમજ કે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું. આ ઉપરાંત, સ્વભાવમાં ધીરજ અને વાતચીત કરવામાં આતુરતા ન દાખવી. જાણો આ સપ્તાહ કેવું રહેશે તમારું રાશિ ભવિષ્ય.

મેષ:

મન શાંત રાખવું અને ભાવના ઉમદા રહે તેવા પ્રયત્ન કરવા, કાંઈક કાર્યની કરવાની તમન્ના વધુ થાય, તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને, કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે.

વૃષભ:

કોઈપણ કામકાજ અને વાતચીતમાં ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી, ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી. અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.

મિથુન:

પ્રસંશા થવાથી તમારામાં આત્મવિશ્વાસ અને કાર્ય રુચિ વધુ દેખાય, તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે, જેનો ઉત્સાહ સારો જોવા મળે અને જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે.

કર્ક:
વ્યવહારુ અભિગમથી તમારા આયોજન મુજબ કાર્ય થાય તેવી કોઈ વાત જોવા મળે, સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે, નિખાલસતા રાખવી. જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે અને પ્રશંસા થાય.

સિંહ:

સ્વભાવમાં થોડી ધીરજ અને તકેદારી રાખવી, વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ રહે.

કન્યા:

કોઈના થકી નવા કાર્ય અંગે જાણકારી મળે કે આયોજન થઈ શકે, તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કે નાણાંનો પણ ખોટો ખર્ચ થઈ શકે.

તુલા:

પ્રસંગ કે યાત્રા દરમિયાન જૂના પરિચિતને અચાનક મળવાના યોગ બને છે. જેમાં ખુશી-આનંદ સંતોષ જોવા મળી શકે. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. કોઈ આયોજન હશે તો કાર્ય સફળતાની સંભાવના પણ છે.

વૃશ્ચિક:

કોઈને કોઈ કાર્ય હેતુ મળવા આવે તેવુ વધુ બને. તમારા કાર્યમાં તમે વ્યસ્ત પણ વધુ રહો તેવું બનવા જોગ છે. હિતશત્રુ અને ખટપટ કરનાર હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે અને ગેરસમજથી બચવું.

ધન:

વિચારોમાં સારા પરિવર્તનના કારણે કોઈ નાના કે મોટા કાર્ય દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે. કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે.

મકર:

હાલમાં દરેક બાબત ધીરજ અને ગણતરી કરવી હિતાવહ છે. તમારે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી જરૂરી છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ અને શાંતિ આદરભાવ રાખવો ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવામાં સરળતા રહશે.

કુંભ:

અણધારી મુલાકાત થઈ શકે છે, તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. વાતચીતમાં ઉગ્રતા ન થાય કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું, તેમજ ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ નાની કે મોટી મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.

મીન:

વાતચીતમાં આતુરતા કે અધિરાપણું વધુ જોવા મળી શકે, તેમ તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે. તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. જેમાં થોડી તકેદારી રાખવી સારી, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.