Astro

મીન રાશિમાં દુર્લભ 'ત્રિગ્રહી યોગ'! આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે; જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

By GS Team
24 Mar 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એપ્રિલ 2026માં એક ખાસ અને શક્તિશાળી યોગ બનવા જઈ રહ્યો છે, જેને ત્રિગ્રહી યોગ કહેવામાં આવે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે એક જ રાશિમાં ત્રણ મોટા ગ્રહો એક સાથે આવે છે. આ વખતે આ સંયોગ મીન રાશિમાં બની રહ્યો છે, જ્યાં પહેલાથી જ શનિ દેવ હાજર છે. ત્યારબાદ 2 એપ્રિલના રોજ મંગળ અને 11 એપ્રિલના રોજ બુધ પણ મીન રાશિમાં પ્રવેશ કરશે. આમ શનિ, મંગળ અને બુધની યુતિથી આ દુર્લભ યોગ બનશે, જે લગભગ 30 વર્ષ બાદ બની રહ્યો છે. તેની અસરો બધી રાશિઓ પર અલગ-અલગ રીતે જોવા મળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મીન રાશિમાં દુર્લભ 'ત્રિગ્રહી યોગ'! આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે; જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

Trigrahi Yog 2026: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એપ્રિલ 2026માં એક ખાસ અને શક્તિશાળી યોગ બનવા જઈ રહ્યો છે, જેને ત્રિગ્રહી યોગ કહેવામાં આવે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે એક જ રાશિમાં ત્રણ મોટા ગ્રહો એક સાથે આવે છે. આ વખતે આ સંયોગ મીન રાશિમાં બની રહ્યો છે, જ્યાં પહેલાથી જ શનિ દેવ હાજર છે. ત્યારબાદ 2 એપ્રિલના રોજ મંગળ અને 11 એપ્રિલના રોજ બુધ પણ મીન રાશિમાં પ્રવેશ કરશે. આમ શનિ, મંગળ અને બુધની યુતિથી આ દુર્લભ યોગ બનશે, જે લગભગ 30 વર્ષ બાદ બની રહ્યો છે. તેની અસરો બધી રાશિઓ પર અલગ-અલગ રીતે જોવા મળી શકે છે.

કેવી રીતે ખાસ છે આ યોગ?

મીન રાશિ ગુરુની રાશિ માનવામાં આવે છે, તેથી અહીં ત્રણ ગ્રહોનું એક સાથે આવવું એ વ્યક્તિના વિચારવાની રીત, નિર્ણયો અને કાર્યો પર ઊંડી અસર કરી શકે છે. આ યોગ કેટલાક માટે તકો લઈને આવશે, તો કેટલાક લોકો માટે પડકારો પણ વધારી શકે છે.

રાશિઓ પર શું અસર થશે?

મેષ રાશિ

આ યોગ તમારા ખર્ચમાં વધારો કરી શકે છે. તમે થોડા માનસિક રીતે તણાવ અનુભવી શકો છો, પરંતુ વિદેશ સંબંધિત કામમાં લાભ થવાની સંભાવના છે.

વૃષભ રાશિ

આવકમાં વધારો થવાના સંકેતો છે. તમારા નવા લોકો સાથે સંપર્ક બનશે અને તેનાથી ફાયદો મળી શકે છે. તમને મિત્રોનો પણ સહયોગ મળશે.

મિથુન રાશિ

તમને કરિયર સંબંધિત મામલે ફેરફાર જોવા મળી શકે છે. કામની જવાબદારીઓ વધશે, પરંતુ આ સાથે જ પ્રગતિની તકો પણ ઊભી થઈ શકે છે.

કર્ક રાશિ

ભાગ્ય તમને સાથ આપશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે અને લાંબી યાત્રાથી અથવા વિદેશ યાત્રા સબંધિત તકો મળી શકે છે.

સિંહ રાશિ

આ સમય દરમિયાન થોડી સાવધાની રાખવાની જરૂર છે. અચાનક લાભ અને નુકસાન બંને થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય અને રોકાણો પ્રત્યે સાવધાન રહેવું.

કન્યા રાશિ

પાર્ટનરશિપ અને સબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો, ખાસ કરીને બિઝનેસ સબંધિત મામલામાં.

તુલા રાશિ

સ્પર્ધા વધી શકે છે, પરંતુ સખત મહેનતથી સફળતા પણ મળી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે.

વૃશ્ચિક રાશિ

પ્રેમ સબંધોમાં મજબૂતી આવશે. સંતાન સબંધિત સારા સમાચાર મળી શકે છે અને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.

ધન રાશિ

ઘર-પરિવારમાં સારો માહોલ રહેશે. સંપત્તિ અથવા વાહન સાથે સબંધિત લાભ મળી શકે છે.

મકર રાશિ

તમારી વાતચીત અને કામ કરવાની રીતમાં સુધારો થશે. ટૂંકી યાત્રાઓ ફાયદાકારક રહેશે અને નવા કામમાં સફળતા મળી શકે છે.

કુંભ રાશિ

ધન લાભના યોગ છે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. વાતચીતમાં સંયમ રાખો અને સમજી-વિચારીને નિર્ણય લો.

મીન રાશિ

આ યોગ તમારી જ રાશિમાં બની રહ્યો છે, તેથી તેનો પ્રભાવ તમારા પર સૌથી વધુ રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા જીવનમાં નવા ફેરફારો જોવા મળી શકે છે. જોકે, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો.