Astro

આજનું રાશિફળ: મેષ, મિથુન અને કુંભ રાશિ માટે શુભ યોગ; જાણો તમારી રાશિ શું કહે છે

By GS Team
2 Sep 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભે 12 રાશિઓનું ભવિષ્ય વર્ણવ્યું છે. મેષ રાશિના જાતકોને ઉત્સાહ રહેશે, જ્યારે વૃષભ રાશિના લોકોને સરકારી કામમાં સાવચેતી રાખવી પડશે. કન્યા રાશિના જાતકોને સુસ્તી અને બેચેની અનુભવાશે, જ્યારે તુલા રાશિના લોકોને રાહત મળશે. ધન રાશિના લોકોને મોસમી ધંધામાં લાભ થશે. કુંભ રાશિના લોકોને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનું રાશિફળ: મેષ, મિથુન અને કુંભ રાશિ માટે શુભ યોગ; જાણો તમારી રાશિ શું કહે છે

મેષ : આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મહત્વના નિર્ણય લઈ શકો.

વૃષભ : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. વાદ-વિવાદથી દૂર રહેવું. ખર્ચ જણાય.

મિથુન : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ થાય. સંતાનના સાથ-સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

કર્ક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધાવર્ગ – મિત્રવર્ગના કામકાજ અંગે આપને દોડધામ-શ્રમ રહે.

સિંહ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કાર્યમાં આપને સાનુકૂળતા રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થા રહે. કામમાં વિલંબ જણાય.

તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.

વૃશ્ચિક : આપના કાર્યમાં હરિફવર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

ધન : આપની મહેનત-અનુભવ-આવડત- બુદ્ધિથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ થાય.

મકર : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે.

કુંભ : આપના કામમાં ઉપરીવર્ગ - સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થાય.

મીન : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય.

અગ્નિદત્ત પદમનાભ