શાંત રહીને પણ બોલતી બંધ કરી દે છે આ 3 મૂલાંકના લોકો! મોં પર સણસણતો જવાબ આપી કરી દે છે સ્પીચલેસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Numerology: અંક જ્યોતિષ પ્રમાણે દરેક વ્યક્તિ પર તેની જન્મતારીખની ઊંડી અસર પડે છે. કેટલાક લોકો સ્વભાવે ખૂબ જ શાંત હોય છે, તો બીજી તરફ કેટલાક લોકોથી ખોટી બાબતો બિલકુલ સહન નથી થતી. તેઓ કોઈપણ કિંમતે ચૂપ બેસતા નથી. આવા લોકો ડંકે કી ચોટ પર પોતાની વાત રજૂ કરે છે અને સામે વાળી વ્યક્તિને સાચા સમયે સચોટ જવાબ આપવાનું જાણે છે.
આજે આપણે એવા મૂળાંક વિશે વાત કરીશું જેના જાતકો અન્યાય સામે અવાજ ઉઠાવવામાં ક્યારેય પાછળ નથી હટતા:
મૂળાંક 1
જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો હોય, તો તમારો મૂળાંક 1 છે. મૂળાંક 1ના સ્વામી સૂર્યદેવ છે. સૂર્યના પ્રભાવથી આ લોકોમાં અદ્ભુત નેતૃત્વ ગુણ એટલે કે લીડરશિપ ક્વોલિટી અને આત્મવિશ્વાસ હોય છે. આ લોકો પોતાની ઓળખ જાતે બનાવવાનું પસંદ કરે છે અને કોઈના દબાણમાં નથી આવતા. જો તેમને કોઈ વાત ખોટી લાગે તો તેઓ સીધા મોં પર સાચુ બોલવામાં અચકાતા નથી.
મૂળાંક 7
કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે જન્મેલા જાતકોનો મૂળાંક 7 હોય છે, જેના સ્વામી કેતુ છે. આ લોકો ઊંડા વિશ્લેષક અને થોડા રહસ્યમય સ્વભાવના હોય છે. મૂળાંક 7 વાળા જાતકો દરેક નાની-મોટી વાત પર રિએક્ટ નથી કરતા. પહેલા તેઓ આખી સ્થિતિને ઊંડાણપૂર્વક સમજે છે અને પછી પોતાની વાત રજૂ કરે છે. જ્યારે તેમને લાગે છે કે પાણી માથા પરથી પસાર થઈ ગયું છે, ત્યારે તેમના દ્વારા આપવામાં આવેલો જવાબ સામે વાળાને સ્પીચલેસ કરી દે છે.
મૂળાંક 9
આ યાદીમાં આગામી નંબર મૂળાંક 9 નો છે. કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે જન્મેલા જાતકોનો મૂળાંક 9 હોય છે. 9નો સ્વામી મંગળ ગ્રહ છે. મંગળના પ્રભાવથી આ મૂળાંકના લોકો ખૂબ જ સાહસિક, નિડર અને ઊર્જાવાન હોય છે. આ લોકોને પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવી કે કોઈની સાથે અન્યાય થતો જોવો બિલકુલ પસંદ નથી. ખોટી વાત જોતાં જ આ લોકો તરત જ પોતાની પ્રતિક્રિયા આપે છે. ભલે તેમને ગુસ્સો જલ્દી આવતો હોય, પરંતુ પોતાના લોકો અને સાચી વાત માટે ઊભા રહેવામાં તેઓ હંમેશા આગળ રહે છે.
આ ત્રણેય મૂળાંકના જાતકો ખોટી વાત પર પ્રતિક્રિયા આપવાનું સારી રીતે જાણે છે. એક હદ સુધી જ આ લોકો ખોટી વસ્તુઓને સહન કરી શકે છે.




