Astro

મેષ અને સિંહ સહિત આ 4 રાશિના જાતકોનું નસીબ ચમકશે! મોટો ધનલાભ થવાના યોગ, સૂર્ય-ચંદ્રનો દુર્લભ યોગ

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 17 ઓગસ્ટ, 2026ના રોજ બપોરે 01:54 વાગ્યે સૂર્ય-ચંદ્રની વિશેષ સ્થિતિથી 'વૈધૃતિ યોગ' બનશે. આ યોગ મેષ, કર્ક, સિંહ અને ધન રાશિના જાતકો માટે શુભ રહેશે. તેમને કરિયરમાં સકારાત્મક બદલાવ, ધનલાભ અને આર્થિક મજબૂતીનો અનુભવ થશે. નોકરી-ધંધામાં પ્રગતિ અને પારિવારિક સુખ વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેષ અને સિંહ સહિત આ 4 રાશિના જાતકોનું નસીબ ચમકશે! મોટો ધનલાભ થવાના યોગ, સૂર્ય-ચંદ્રનો દુર્લભ યોગ

Surya Chandra Vaidhriti Yog August 2026: જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે સૂર્ય અને ચંદ્ર એકબીજાથી વિશેષ ખગોળીય સ્થિતિમાં હોય છે, ત્યારે વૈધૃતિ યોગ બને છે. તેવી જ રીતે સોમવાર, 17 ઓગસ્ટ, 2026ના રોજ બપોરે 01:54 વાગ્યે ફરી એક વાર વૈધૃતિ યોગનું નિર્માણ થશે, જે થોડા કલાકો અથવા એક દિવસ માટે સક્રિય રહી શકે છે. આ યોગના પ્રભાવથી કેટલીક રાશિના જાતકોને લાભ તો કેટલાકને નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કે આ વખતે કઈ 4 રાશિના જાતકોને વૈધૃતિ યોગને કારણે કરિયરમાં સકારાત્મક ફેરફારો થઈ શકે છે અને ધન પ્રાપ્તિની સંભાવના વધી શકે છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે વૈધૃતિ યોગ નવી સંભાવનાઓ લઈને આવશે. જૂના રોકાણોથી મોટો ધન લાભ થઈ શકે છે. અટકેલા કામ પૂરા થશે. નોકરી અને બિઝનેસ સબંધિત મામલે સકારાત્મક બદલાવ આવી શકે છે. આર્થિક મામલે મોટા નિર્ણયો લેવાનો સમય છે.

કર્ક રાશિ

વૈધૃતિ યોગ કર્ક રાશિના જાતકો માટે સારા પરિણામો લઈને આવશે. આર્થિક પક્ષ પહેલા કરતા વધુ મજબૂત થશે. જેના કારણે પૈસાની અછતનું દબાણ ઓછું થઈ જશે. પારિવારિક સુખમાં વધારો થશે. મન શાંત રહેશે. નવું કામ શરૂ કરવામાં આવતા અવરોધો દૂર થશે.

સિંહ રાશિ

વૈધૃતિ યોગ સિંહ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. નોકરી કરતા લોકોને મોટું પદ મેળવવાની તક મળી શકે છે. બિઝનેસમાં મોટા નિર્ણયો લઈને તમે મોટી કમાણી કરી શકશો. પરિવારમાં સકારાત્મક માહોલ રહેશે. પિતાના સહયોગથી સમસ્યાઓ દૂર થશે.

ધન રાશિ

વૈધૃતિ યોગ ધન રાશિના જાતકો માટે સારો સમય લાવશે. તમે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઝડપથી ઉકેલ શોધી શકશો. માતાના સ્વાસ્થ્યમાં અચાનક સુધારો થશે. આર્થિક લાભની તકો હાથ લાગશે. જાતકોનો આત્મવિશ્વાસ વધી શકે છે. તમને માનસિક શાંતિ મળશે.