Astro

કન્યા રાશિનમાં સૂર્યની એન્ટ્રી, 5 રાશિના જાતકોના લાવશે અચ્છે દિન!

By GS Team
5 Sep 20263 mins read
TukuTouch Logo
આવનારા 17 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળી બુધની કન્યા રાશિમાં ગોચર કરશે. આ ગોચર 17 ઓક્ટોબર સુધી રહેશે. જ્યોતિષ મુજબ, સૂર્યનું આ રાશિ પરિવર્તન 12 રાશિઓ પર અસર કરશે, પરંતુ સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકો માટે નોકરી, ધંધા અને આર્થિક મોરચે શુભ પરિણામો લાવશે. આ સમય દરમિયાન સૂર્યને જળ ચઢાવવું અને દાન કરવું ફળદાયી રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કન્યા રાશિનમાં સૂર્યની એન્ટ્રી, 5 રાશિના જાતકોના લાવશે અચ્છે દિન!

Surya Gochar 2026: જ્યોતિષમાં ગ્રહોની ચાલને વ્યક્તિના જીવનમાં થતા ફેરફારો સાથે જોડીને જોવામાં આવે છે. સપ્ટેમ્બરના મધ્યમાં સૂર્ય એક વાર ફરી પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. 17 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળીને બુધની રાશિ કન્યામાં ગોચર કરશે. સૂર્ય લગભગ એક મહિના સુધી આ જ રાશિમાં રહેશે. જ્યોતિષીય માન્યતા પ્રમાણે સૂર્યના આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક રાશીઓ માટે આ સમય ખાસ કરીને શુભ રહી શકે છે.

જ્યોતિષમાં સૂર્યને આત્મવિશ્વાસ, માન-સન્માન, પદ અને અધિકારના કારક માનવામાં આવે છે. તો બીજી તરફ કન્યા રાશિનો સંબંધ બુધ સાથે છે, જેને તર્ક, બુદ્ધિ, ગણતરી અને વ્યાવહારિકતા સાથે જોડવામાં આવે છે. આવી સ્થિતિમાં સૂર્યનું કન્યા રાશિમાં ગોચર કેટલાક જાતકો માટે નોકરી, કારોબાર, આર્થિક સ્થિતિ અને સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સારા અવસર લઈને આવી શકે છે. આવો જાણીએ કઈ 5 રાશિઓ માટે સૂર્યનું આ ગોચર લાભદાયી રહેવાની સંભાવના છે.

સિંહ રાશિ

સૂર્યનું ગોચર સિંહ રાશિના જાતકો માટે ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારનારું હોઈ શકે છે. આ દરમિયાન કામને લઈને તમારી સક્રિયતા વધશે. નોકરી કરતા જાતકોને ઈન્ટરવ્યૂ કે કોઈ વહીવટી કાર્યમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. આર્થિક મોરચે પણ સ્થિતિ વધુ સારી થવાના સંકેત છે. મુસાફરી સાથે જોડાયેલા અવસર મળી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે સૂર્ય આ જ રાશિમાં ગોચર કરશે. આ દરમિયાન કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ મજબૂત થઈ શકે છે. નોકરી કરતા જાતકોને નવા અવસર મળી શકે છે. કામમાં તમારી ઓળખ વધી શકે છે.

બિઝનેસ કરતા જાતકો માટે પણ આ સમય અનુકૂળ રહી શકે છે. કોઈ નવી યોજના પર કામ શરૂ કરવાનો કે બિઝનેસને આગળ વધારવાનો મોકો મળી શકે છે. આર્થિક લાભના યોગ બની રહ્યા છે. જોકે અંગત જીવનમાં વાતચીત દરમિયાન સંયમ જાળવી રાખવો વધુ સારું રહેશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગોચર કરિયર અને આર્થિક મામલે સકારાત્મક બદલાવ લાવી શકે છે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધી શકે છે અને બિઝનેસ કરતા જાતકોને પાર્ટનરશિપથી લાભ મળવાની સંભાવના છે.

આ દરમિયાન અટકેલા પૈસા પાછા મળવાના યોગ બની શકે છે. પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે. અવિવાહિત લોકો માટે વિવાહ સંબંધિત કોઈ સારો પ્રસ્તાવ પણ આવી શકે છે. જોકે વૈવાહિક જીવનમાં નાની-મોટી વાતોને લઈને તણાવથી બચવું જરૂરી રહેશે.

ધન રાશિ

ધનુ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર ભાગ્યને મજબૂત કરનારું સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળવાની સાથે પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને નવી ડીલ મળવાના અવસર બની શકે છે.

જમીન, મકાન કે વાહન ખરીદવાની યોજના બનાવી રહેલા જાતકો માટે પણ આ સમય અનુકૂળ રહી શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે સૂર્યનું કન્યા રાશિમાં ગોચર ઘણા મામલે રાહત લઈને આવી શકે છે. મહેનતનું યોગ્ય પરિણામ મળવાની સંભાવના છે.

આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે બચત કરવામાં પણ સફળતા મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા જાતકો માટે સમય સારો રહી શકે છે. પરિવાર અને જીવનસાથીનો સહયોગ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે.

સૂર્ય ગોચર ક્યારે થશે?

સૂર્ય 17 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:12 વાગ્યે કન્યા રાશિમાં ગોચર કરશે અને 17 ઓક્ટોબર સુધી આ જ રાશિમાં રહેશે. જ્યોતિષીય માન્યતાઓ પ્રમાણે આ સમયગાળા દરમિયાન સૂર્ય સાથે સંબંધિત સકારાત્મક ઊર્જાનો લાભ ઉઠાવવા માટે રવિવારે સૂર્યને જળ અર્પણ કરવું અને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું શુભ માનવામાં આવે છે.