Astro

વૃષભ રાશિમાં સૂર્યની એન્ટ્રી, 3 રાશિના જાતકો માટે ચિંતાનો વિષય, ધન હાનિ થઇ શકે

By GS Team
17 May 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્યદેવનું રાશિ પરિવર્તન (ગોચર) એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. સૂર્યદેવ મેષ રાશિની પોતાની યાત્રા પૂર્ણ કરીને શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જેને વૃષભ સંક્રાંતિ કહેવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૃષભ રાશિમાં સૂર્યની એન્ટ્રી, 3 રાશિના જાતકો માટે ચિંતાનો વિષય, ધન હાનિ થઇ શકે
 AI IMAGE

Surya Gochar 2026 Taurus: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્યદેવનું રાશિ પરિવર્તન (ગોચર) એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. સૂર્યદેવ મેષ રાશિની પોતાની યાત્રા પૂર્ણ કરીને શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જેને વૃષભ સંક્રાંતિ કહેવામાં આવે છે.

આ સાથે જ સૂર્યદેવ ચંદ્રની માલિકીના રોહિણી નક્ષત્રમાં પણ પ્રવેશ કરી ચૂક્યા છે. ચંદ્રના નક્ષત્રમાં સૂર્યના આવવાથી લોકોના મન અને મગજ પર તેની સીધી અસર પડે છે. સૂર્યનો આ ડબલ બદલાવ તમામ 12 રાશિઓ પર અસર કરશે, પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આગામી એક મહિના સુધી ખૂબ જ સાવધ રહેવું પડશે.

1. તુલા રાશિ (Libra)

તુલા રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર કુંડળીના આઠમા (અષ્ટમ) ભાવમાં થવા જઈ રહ્યું છે. જ્યોતિષમાં આઠમું ઘર અચાનક આવતી મુશ્કેલીઓ અને ગુપ્ત સમસ્યાઓનું માનવામાં આવે છે. રોહિણી નક્ષત્રના પ્રભાવથી તમારા છુપા શત્રુઓ કે જૂના વિવાદો ફરી સામે આવી શકે છે.

આર્થિક સ્થિતિ: આ સમયગાળા દરમિયાન પૈસાની લેવડ-દેવડમાં મોટું નુકસાન થવાના યોગ છે. કોઈને પણ મોટી લોન કે ઉધાર પૈસા આપવાનું ટાળો. શેરબજાર કે નવામાં મોટું રોકાણ અત્યારે ન કરવું જ હિતાવહ છે.

ઉપાય: રોજ તાંબાના ના લોટાથી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો.

આ પણ વાંચો : VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ

2. કુંભ રાશિ (Aquarius)

કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર ચોથા ભાવમાં થઈ રહ્યું છે, જેને સુખ, માતા અને વાહનનું ઘર કહેવામાં આવે છે. સૂર્ય એક ઉગ્ર ગ્રહ હોવાથી, ચોથા ઘરમાં આવતાની સાથે જ તે પારિવારિક સુખ-શાંતિને પ્રભાવિત કરશે. ચંદ્રના નક્ષત્ર (રોહિણી) ના કારણે તમારા સ્વભાવમાં અતિશય ભાવુકતા અને ગુસ્સો એકસાથે જોવા મળી શકે છે.

સ્વાસ્થ્ય અને પરિવાર: માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે. ઘરના સભ્યો સાથે મતભેદ થવાની સંભાવના છે, તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે.

ઉપાય: રવિવારે ગાયને ઘઉં અને ગોળ ખવડાવો.

3. મીન રાશિ (Pisces)

મીન રાશિના જાતકો માટે આ ગોચર ત્રીજા ભાવમાં થઈ રહ્યું છે. રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિના સ્વામી શુક્ર સાથે સૂર્યની શત્રુતાના કારણે આ ગોચર કેટલાક કિસ્સાઓમાં નકારાત્મક પરિણામો આપી શકે છે.

કારકિર્દી અને વ્યવસાય: કાર્યક્ષેત્ર કે વ્યાપારમાં તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાશે. સહકર્મીઓ સાથે તાલમેલ બગડવાને કારણે ઓફિસમાં તમારી છબીને નુકસાન થઈ શકે છે. કોઈ પણ નવા એગ્રીમેન્ટ કે ડીલ પર ઉતાવળમાં સહી ન કરવી.

ઉપાય: સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.