Astro

સરકારી નોકરી અને પ્રમોશનના પ્રબળ યોગ! 20 જુલાઈથી બદલાશે સિંહ-તુલા સહિત 5 રાશિના જાતકોનું નસીબ

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહોના રાજા સૂર્યદેવ 20 જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ ગોચર કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ ફળદાયી રહેશે. મેષ, મિથુન, સિંહ, તુલા અને ધન રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન, આર્થિક લાભ, ધન વૃદ્ધિ અને અટકેલા કાર્યોમાં સફળતા મળશે. સૂર્યદેવને જળ અર્પણ અને મંત્રજાપથી શુભ ફળ વધારી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારી નોકરી અને પ્રમોશનના પ્રબળ યોગ! 20 જુલાઈથી બદલાશે સિંહ-તુલા સહિત 5 રાશિના જાતકોનું નસીબ

Surya Nakshatra Parivartan 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્ય દેવના નક્ષત્ર પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 20 જુલાઈના રોજ સૂર્ય દેવ તમામ નક્ષત્રોના રાજા કહેવાતા પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.

પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુભ, કલ્યાણકારી અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. જ્યારે સફળતા અને માન-સન્માનનો કારક ગ્રહ સૂર્ય આ શુભ નક્ષત્રમાં પ્રવેશ કરશે, ત્યારે તેનો સકારાત્મક પ્રભાવ ઘણી રાશિઓના જીવનમાં જોવા મળશે. આ ગોચરથી કેટલીક ચોક્કસ રાશિના જાતકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. આર્થિક રૂપે મોટો ફાયદો થશે. ચાલો જાણીએ કે 20 જુલાઈથી કઈ રાશિના જાતકોને સારો સમય શરૂ થશે.

મેષ રાશિ

પુષ્ય નક્ષત્રમાં સૂર્યનું ગોચર મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં મોટી સફળતા લઈને આવી રહ્યું છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પગાર વધારાના શુભ સમાચાર મળી શકે છે. તમારા કામની સીનિયર પ્રશંસા કરશે. સરકારી ક્ષેત્ર અથવા વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી ધન લાભ થશે. અટકેલા પૈસા મળી શકે છે.

મિથન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ ગોચર આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમારી આવકમાં વધારો થશે. તમે સંપત્તિ એકઠી કરવામાં સફળ થશો. તમારા બેંક બેલેન્સમાં વધારો થશે. પૈતૃક સંપત્તિ સબંધિત કોઈ વિવાદનો ઉકેલ આવી શકે છે, અને નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.

સિંહ રાશિ

સૂર્ય દેવ સ્વયં સિંહ રાશિના સ્વામી છે, તેથી પુષ્ય નક્ષત્રમાં તેમનું ગોચર તમારા આત્મવિશ્વાસ અને પ્રભાવમાં વધારો કરશે. સમાજ અને કાર્યક્ષેત્ર પર તમારી લોકપ્રિયતા વધશે. લોકો તમારી સલાહને મહત્વ આપશે. જો તમે બિઝનેસ કરો છો, તો કોઈ નવી ડિલ ફાઈનલ થઈ શકે છે, જેના પરિણામે ભવિષ્યમાં મોટો નફો થશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન મનોકામના પૂર્ણ કરનારું સાબિત થશે. તમારા માટે આવકના નવા રસ્તા ખુલશે. રોકાણથી સારું રિટર્ન મળવાની અપેક્ષા છે. નવી નોકરી શોધી રહેલા જાતકોને 20 જુલાઈ પછી મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ તરફથી સારી ઓફર મળી શકે છે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે સૂર્ય દેવ ભાગ્ય સ્થાનને પ્રભાવિત કરશે, જેનાથી તમારા અટકેલા કામ ગતિ પકડશે. લાંબા સમયથી અટકેલા સરકારી કે કાનૂની કામ સરળતાથી પૂર્ણ થશે. બિઝનેસ કે નોકરી માટે કરવામાં આવેલી મુસાફરી અત્યંત સુખદ અને આર્થિક રીતે લાભદાયી રહેશે.

શુભ ફળ વધારવાના ઉપાય

  • 20 જુલાઈથી રોજ સવારે તાંબાના કળશથી સૂર્ય દેવને જળ અર્પણ કરો.
  • રવિવારના દિવસે ગાયને ઘઉં અથવા ગોળ ખવડાવો.
  • 'ॐ ઘૃણિ સૂર્યાય નમ:' મંત્રનો 108 વાર જાપ કરો.