મેષ, કર્ક અને કુંભ સહિત આ 5 રાશિના જાતકો માટે એક મહિનો ભારે! શનિદેવ લેશે અગ્નિપરીક્ષા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shani Uday 2026: જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત મહત્ત્વના ગણાતા ગ્રહ શનિદેવ 22 એપ્રિલ 2026ના રોજ મીન રાશિમાં ઉદય પામ્યા છે. શનિના આ ફેરફારને જ્યોતિષીઓ ખૂબ જ ખાસ માની રહ્યા છે, કારણ કે તેની સીધી અસર દરેક વ્યક્તિના જીવન પર જોવા મળશે. આ બદલાવ કેટલાક માટે પ્રગતિના દ્વાર ખોલશે, તો કેટલીક રાશિઓ માટે પડકારો વધારી શકે છે. ખાસ કરીને જેમના પર શનિની સાડાસાતી કે પનોતી ચાલી રહી છે, તેમણે આ સમય દરમિયાન વધુ સતર્ક રહેવાની જરૂર છે.
કઈ રાશિઓએ સંભાળીને ચાલવું પડશે?
મેષ રાશિ
મેષ રાશિના જાતકો પર અત્યારે સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. આ સમય થોડો પડકારજનક રહી શકે છે, જેમાં અચાનક ખર્ચ વધવાની અને મનમાં અજંપો રહેવાની શક્યતા છે. સખત મહેનત છતાં પરિણામ મળવામાં વિલંબ થઈ શકે છે, તેથી ધૈર્ય રાખવું જરૂરી છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો પર શનિની પનોતીની અસર જોવા મળશે. આ દરમિયાન ભાગ્યનો પૂરો સાથ ન મળતા અભ્યાસ કે કરિયરના પ્લાનમાં અવરોધ આવી શકે છે. બીજા પર ભરોસો કરવાને બદલે પોતાની મહેનત પર ધ્યાન આપવું હિતાવહ રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો પર પણ શનિની પનોતી ચાલી રહી છે, જે જીવનમાં ઉતાર-ચઢાવ લાવી શકે છે. અચાનક આવતા બદલાવો તણાવ વધારી શકે છે, તેથી આર્થિક અને વ્યવસાયિક બાબતોમાં સાવધાની રાખવી અને સમજદારીથી નિર્ણય લેવા જરૂરી છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોએ પ્રેમ સંબંધો અને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સંબંધોમાં ગેરસમજ ન વધે તે માટે વિચારીને બોલવું અને વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
આ પણ વાંચો: બદ્રીનાથ ધામમાં દર વર્ષે કપાટ ખૂલતાં જ જોવા મળે છે એવો ચમત્કાર જેનું રહસ્ય આજે પણ અકબંધ!
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો પર સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. આ સમયે પરિવાર અને આર્થિક બાબતોમાં ખાસ ધ્યાન આપવું. વાણી પર સંયમ રાખવો, નહીંતર ઘરમાં વિવાદ થઈ શકે છે.
શનિના કષ્ટ દૂર કરવાના ઉપાયો
શનિના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા માટે દર શનિવારે શનિદેવની પૂજા કરી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપરાંત શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો પણ શુભ માનવામાં આવે છે. કાળા તલ, અડદ, ધાબળા કે લોખંડની વસ્તુઓનું દાન કરવાથી જીવનની મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે. સાથોસાથ હનુમાન ચાલીસાનો પાઠ અને હનુમાનજીની ઉપાસના કરવાથી શનિના કષ્ટમાંથી મુક્તિ મળે છે.









