મેષ : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં, સામાજિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. અન્યનો સહકાર મળી રહે.
વૃષભ : આપના કામમાં હરીફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
મિથુન : આપની મહેનત - બુધ્ધિ - અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની સંયમતા રાખી કામ કરવું.
કર્ક : આપ નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
સિંહ : આપના કામમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. મિલન-મુલાકાત થાય.
કન્યા : કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે આપને દોડધામ શ્રમ ખર્ચ જણાય. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય.
તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવતાં રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. ખર્ચ ખરીદી જણાય.
વૃશ્ચિક : રાજકીય સરકારી કામકાજમાં ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ધીરજ અને શાંતિ રાખી દિવસ પસાર કરી લેવો.
ધન : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના કામનો ઉકેલ આવતાં રાહત જણાય.
મકર : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં દોડધામ શ્રમ જણાય. પરંતુ આનંદ રહે.
કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. નોકર ચાકરવર્ગનો સહકાર મળી રહે.
મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


