Astro

વાંચો તમારું 22 જૂન, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
21 Jun 20261 min read
વાંચો તમારું 22 જૂન, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

વૃષભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાન માટે ખર્ચ-ખરીદી જણાય.

મિથુન : આપને કામકાજમાં જોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. જમીન-મકાન-વાહનની લે-વેચમાં આપે ઉતાવળ કરવી નહીં.

કર્ક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

સિંહ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.

કન્યા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થઈ શકે.

તુલા : કોર્ટ-કચેરીના કામકાજમાં આપને પ્રતિકૂળતા જણાય. આપે ઉતાવળ કરવી નહીં. પરદેશના કામ અંગે ખર્ચ-ખરીદી જણાય.

વૃશ્ચિક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો રહે.

ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામકાજ અંગે વ્યસ્ત રહેવું પડે. સામાજિક-વ્યવહારિક કામ જણાય.

મકર : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ મદદરૂપ થાય.

કુંભ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.

મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્વના નિર્ણય લેવામાં હૃદય-મન વ્યગ્રતા અનુભવો.

અગ્નિદત્ત પદમનાભ