Astro

વાંચો તમારું 28 સપ્ટેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
જ્યોતિષ આચાર્ય અગ્નિદત્ત પદમનાભ અનુસાર, મેષ રાશિના જાતકોનો દિવસ માનસિક વ્યગ્રતામાં પસાર થશે. વૃષભ રાશિના લોકોને દિવસના ઉત્તરાર્ધમાં પ્રતિકૂળતાનો અનુભવ થઈ શકે છે. કર્ક રાશિ માટે અગત્યની મુલાકાતો શક્ય છે, જ્યારે સિંહ રાશિને ભાઈ-ભાંડુનો સહકાર મળશે. ધન રાશિના લોકોને ધંધામાં લાભ થશે અને કુંભ રાશિના કાર્યની કદર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 28 સપ્ટેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની અસમંજસતા-દ્વિધા રહ્યા કરે. કામકાજમાં વિલંબ જણાય.
વૃષભ : દિવસની શરૂઆત સારી રહે પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ કામકાજમાં પ્રતિકૂળતા જણાય. કોર્ટ-કચેરીના કામમાં ધ્યાન રાખવું.
મિથુન : દિવસનો પ્રારંભ કામ અંગેની દોડધામ-ચિંતાથી થાય. પરંતુ દિવસ પસાર થતો જાય તેમ કામમાં સરળતા થતી જાય. દોડધામ-શ્રમ ઘટે.
કર્ક : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. ધીરે ધીરે કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો થતો જાય.
સિંહ : ઉચાટ-ઉદ્વેગ સાથે શરૂ થયેલો દિવસ જેમ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. ભાઈભાંડુનો સહકાર મળી રહે.
કન્યા : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપે સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. બેંકના કામમાં મુશ્કેલી રહે.
તુલા : જેમ દિવસ થાય તેમ આપને કામકાજમાં સાનુકૂળતા થતી જાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મુલાકાત થઈ શકે.
વૃશ્ચિક : સંતાનના કામમાં વ્યસ્ત રહો. બપોર પછી કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. મોસાળ પક્ષનું કામ જણાય.
ધન : કામકાજની પ્રતિકૂળતા સાથે શરૂ થયેલો દિવસ ધીરે ધીરે કામની સાનુકૂળતામાં પરિવર્તીત થતો જાય. ધંધામાં લાભ થાય.
મકર : દિવસના પ્રારંભે કામમાં ભાઈભાંડુનો સહકાર જણાય. પરંતુ દિવસ પસાર થાય તેમ કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
કુંભ : આપને કામમાં સરળતા રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. ધર્મકાર્ય થઈ શકે.
મીન : આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ દિવસ દરમિયાન અન્ય કોઈને કોઈ કામકાજ આવતાં જાય.

  • અગ્નિદત્ત પદમનાભ