Astro

વાંચો તમારું 21 સપ્ટેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોને દિવસની શરૂઆતમાં અનુકૂળતા રહેશે, પરંતુ જેમ દિવસ આગળ વધશે તેમ કામકાજની વ્યસ્તતા વધશે. વૃષભ રાશિના લોકોને પ્રવાસનો યોગ છે. કર્ક રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવશે. મકર રાશિના લોકોને સરકારી કામમાં પ્રગતિ થશે. કુંભ રાશિના લોકોએ કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી. મીન રાશિના જાતકોને વ્યસ્તતા સાથે શરૂ થયેલો દિવસ રાહત આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 21 સપ્ટેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : દિવસના પ્રારંભે આપને સાનુકૂળતા રહે. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો થતો જાય.
વૃષભ : દિવસની શરૂઆત સુસ્તી-બેચેની સાથે થાય પરંતુ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. યાત્રા-પ્રવાસ થઈ શકે.
મિથુન : દિવસના પ્રારંભે આપના કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવે. બપોરથી કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવો. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
સિંહ : આપના કામમાં હરિફવર્ગ -ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય. સાસરીપક્ષ- મોસાળપક્ષના કામમાં વ્યસ્ત રહો.
કન્યા : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ- વિલંબમાં અટવાઇ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય.
તુલા : બપોર સુધીનો સમય સારો રહે પરંતુ ત્યારબાદ આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે.
વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. બઢતી બદલીના કામમાં પ્રગતિ જણાય.
ધન : આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ દિવસ પસાર થાય તેમ સામાજિક - વ્યવહારિક કામ અંગે દોડધામ રહે.
મકર : પ્રતિકૂળતા સાથે પ્રારંભ થયેલો દિવસ જેમ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. રાજકીય- સરકારી કામ થઇ શકે.
કુંભ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ કામમાં અડચણ આવતી જાય. કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે.
મીન : વ્યસ્તતા સાથે શરૂ થયેલો દિવસ જેમ પસાર થાય તેમ કામકાજનો ઉકેલ આવતો જવાથી રાહત આપતો જાય.

  • અગ્નિદત્ત પદમનાભ