Astro

વાંચો તમારું 20 સપ્ટેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ અનુસાર, મેષ રાશિના જાતકોને જૂના સ્વજનોને મળવાથી આનંદ થશે. મિથુન રાશિના લોકોને સંસ્થાકીય કાર્યોમાં વ્યસ્તતા અને અન્યનો સહયોગ મળશે. કર્ક રાશિના જાતકોને સીઝનલ ધંધામાં ગ્રાહકોનું ધ્યાન રાખવું પડશે અને આકસ્મિક ખર્ચથી નાણાભીડ રહેશે. ધન રાશિના લોકોને અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ થશે અને મહત્ત્વના નિર્ણયો લઈ શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 20 સપ્ટેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : જૂના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થતાં આનંદ થાય. સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. સીઝનલ-વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે.
મિથુન : સંસ્થાકીય કામ અંગે, જાહેરક્ષેત્રના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય. આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે.
કર્ક : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. માલનો ભરાવો કરવો નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીથી નાંણાભીડ રહે.
સિંહ : આપના મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગે મુલાકાત-ખર્ચ જણાય.
કન્યા : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં.
તુલા : ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર,ચાકર વર્ગના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
વૃશ્ચિક : કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ આવતો જવાથી રાહત અનુભવાય.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
મકર : આપના ગણત્રી-ધારણા અવળાં પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.
કુંભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. આનંદ રહે.
મીન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે આપને દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ