વાંચો તમારું 07 સપ્ટેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના કામમાં ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ, નોકર-ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે, પરદેશના કામ થઈ શકે.
વૃષભ : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક- વ્યવહારિક કામ અંગે દોડધામ શ્રમ રહે. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો તેમાં સફળતા રહે.
કર્ક : રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને મુશ્કેલી જણાય, આપના ગણત્રી- ધારણા પ્રમાણેના કામ થઈ શકે નહીં.
સિંહ : આપના કાર્યની કદર- પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય પરંતુ વાણીની સંયમતા રાખીને કામ કરવું.
કન્યા : આપના કાર્યની સાથે ઘર- પરિવાર- સગા- સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો, દોડધામ- શ્રમ જણાય.
તુલા : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગેની મિલન- મુલાકાત થાય.
વૃશ્ચિક : દિવસ દરમ્યાન આપને સુસ્તી- બેચેનીનો અનુભવ થાય. તબિયતની અસ્વસ્થતા રહે. કામકાજ કરવામાં ધ્યાન રાખવું.
ધન : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. બપોર પછી ધીરજથી કામ લેવું.
મકર : સીઝનલ ધંધામાં આપે ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. તબિયતની કાળજી રાખવી.
કુંભ : આપની મહેનત- બુદ્ધિ, અનુભવ- આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ જણાય.
મીન : આપ હરો- ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. બપોર પછી રાહત થતી જાય.
- અગ્નિદત્ત પદમનાભ




