Astro

વાંચો તમારું 09 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભે 12 રાશિઓના જાતકો માટે આજનું રાશિફળ જાહેર કર્યું છે. મેષ રાશિના જાતકોને હરીફવર્ગથી મુશ્કેલી, જ્યારે વૃષભ રાશિના અટકેલા કામ ધીમે ધીમે ઉકેલાશે. કર્ક રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થશે અને બઢતી-બદલીના યોગ છે. કુંભ રાશિના જાતકોએ વાહનથી સંભાળીને રહેવું, જ્યારે મીન રાશિના અગત્યના કામનો ઉકેલ આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 09 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ-કચેરીના કામમાં દોડધામ જણાય.
વૃષભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
મિથુન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે ધીરજ રાખવી.
કર્ક : આપના કામના લીધે યશ-પદ-ધનમાં વધારો થાય. બઢતી-બદલીના કામ થઈ શકે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.
સિંહ : આપના કામમાં સાનુકૂળતા જણાય. સીઝનલ ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામમાં ખર્ચ જણાય.
કન્યા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેના કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. અગત્યના કામ અંગે મુલાકાત થઈ શકે.
તુલા : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, આપને પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.
વૃશ્ચિક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
મકર : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા જણાય. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
કુંભ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.
મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

  • અગ્નિદત્ત પદમનાભ