Astro

વાંચો તમારું 20 ઓક્ટોબર, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
19 Oct 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ અનુસાર, મેષ રાશિના જાતકોને કાર્યો અને સંબંધોમાં દોડધામ રહેશે. વૃષભ રાશિના ધંધામાં નવા ઓર્ડર મળશે, જ્યારે મિથુન રાશિના જાતકોને સ્વાસ્થ્ય સમસ્યાઓથી સુસ્તી રહેશે. કર્ક રાશિના જાતકોને જાહેર ક્ષેત્રમાં સફળતા અને સિંહ રાશિના જાતકોને નાણાકીય લેવડદેવડમાં સાવચેતી રાખવી પડશે. કન્યા રાશિના જાતકો પોતાની બુદ્ધિથી કાર્યો ઉકેલશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 20 ઓક્ટોબર, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. કામનો ઉકેલ આવે.
વૃષભ : ધંધામાં નવી કોઈ વાતચીત કે ઓડર મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગ આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
કર્ક : જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને સાનુકૂળતા મળી રહે. અન્યનો સહકાર જણાય.
સિંહ : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.
કન્યા : આપના મહેનત-અનુભવ-આવડત- બુધ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.
તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો. પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ધીર- પરિવારની ચિંતા રહે.
વૃશ્રિક : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.
ધન : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. પત્ની-સંતાનનો સહકાર રહે.
કુંભ : આપને કામકાજમાં કોઈ ને કોઈ રૂકાવટ- મુશ્કેલી જણાય. આપના ગણત્રી-ધારણા આવળાં પડતાં ઉચાટ-ઉદ્વેગ રહે.
મીન : સીઝનલ ધંધામાં આકસ્મિક- ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી પ્રસન્નતા રહે.

  • અગ્નિદત્ત પદમનાભ