વાંચો તમારું 15 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : સુસ્તી બેચેની સાથે દિવસની શરૂઆત થાય. તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામકાજમાં પ્રતિકૂળતા રહે.
વૃષભ : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપને દોડધામ શ્રમ રહે. અન્યનો સહકાર મળી રહેતાં કામનો ઉકેલ લાવી શકો.
મિથુન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ થાય. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
કર્ક : આપની મહેનત બુધ્ધિ અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ ફાયદો રહે.
સિંહ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા જણાય.
કન્યા : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થઇ શકે.
તુલા : કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય પરંતુ આનંદ રહે. ધંધામાં આવક જણાય.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લઇ શકાય. રાજકીય સરકારી કામ થાય.
ધન : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. કોર્ટ કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.
મકર : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કામની કદર પ્રશંસા થવાથી આનંદ રહે.
કુંભ : આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામ અંગે દોડધામ વ્યસ્તતા જણાય. આનંદ રહે.
મીન : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. આનંદ રહે.
- અગ્નિદત્ત પદમનાભ




