Entertainment

તનુશ્રી બેફામ બની : નાના પાટેકર મલેશિયામાં હયાત હોવાનો દાવો

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં તનુશ્રી દત્તાએ ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશનમાં ચોંકાવનારો દાવો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે નાના પાટેકરનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ ભલે આવ્યો હોય, પરંતુ તેમની બોડી કોઈએ જોઈ નથી. તનુશ્રીએ શંકા વ્યક્ત કરી કે નાના પાટેકર સિંગાપોર કે મલેશિયામાં જીવતા છે અને ત્યાંની પોલીસે તેમને જોતાં જ ઠાર કરવા જોઈએ. આ નિવેદનથી ભારે ચર્ચા જાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તનુશ્રી બેફામ બની :  નાના પાટેકર મલેશિયામાં હયાત હોવાનો દાવો
  • પીએમ રિપોર્ટ આવી ગયો પણ તનુશ્રી પોતાની દુનિયામાં
  • સંગાપોર અને મલેશિયા પોલીસ આ વ્યક્તિને જોતાં જ ઠાર કરે તેવી વિનંતી: તનુશ્રી

મુંબઇ : નાના પાટેકરના પોસ્ટમોર્ટમનો અહેવાલ આવી ગયો પણ તનુ શ્રી દત્તાએ ઇન્સ્ટાના લાઇવ સેશનમાં જે કહ્યું છે તે સાંભળી ચક્કર આવી જાય તેમ છે. તનુશ્રીએ તેના સેશનમાં નાના મૃતદેહ બાબતે શંકાઓ વ્યક્ત કરી હતી અને તે મલેશિયા કે સિંગાપોરમાં જીવતો હોવાનો દાવો કર્યો હતો.
તનુશ્રીએ જણાવ્યું હતું કે કોઇ ભી સેલિબ્રિટી કી ડેથ હોતી હૈ તો હોસ્પિટલ સે વિડિયો નીકલ આતી હૈ. એક ભી વિડિયો નહીં આયા નાના પાટેકર કા ? યે બાત મુઝે હજમ નહીં હુઇ. ઉસકી ના એક ફોટો હૈ ના વિડિયો હૈ. ડેડ બોડી કિસીને નહીં દેખી. આપ કો પતા ભી હૈ કી ક્યા ઉસકી મૌત હુઇ ભી હૈ? અસલી બોડી તો થી નહીં વહાં પે. અસલી બોડી તો શાયદ સિંગાપોર, મલેશિયા મેં હૈ. જિન્દા હૈ. તનુ શ્રીએ એમ પણ જણાવ્યું હતું કે કેન આ રિકવેસ્ટ સિંગાપોર એન્ડ મલેશિય પોલીસ ટુ શૂટ ધીસ પરસન ઓન સાઇટ? યહા જો અપની મોત કા ઢોંગ કર કે ગયા હૈ ફેક ડેથ સર્ટિફિકેટ બના કે ગયા હૈ. ધેટ મીન્સ હી ઇઝ એ કન્વિકટેડ ફ્યુજિટીવ.
ઉલ્લેખનીય છે કે તનુશ્રી દત્તાએ નાના સામે તેની જાતીય સતામણી કરવાના આક્ષેપ કર્યા હતા પણ બાદમાં કેસ કાઢી નંખાયો હતો અને નાના નિર્દોષ ઠર્યો હતો. પણ તનુ શ્રી દત્તાએ નાના પાટેકરના મોત બાદ પણ જાતજાતના નિવેદનો કર્યા છે. તનુશ્રીએ નાના પાટેકરને અપાયેલાં સરકારી સન્માન સામે પણ સવાલો કર્યા હતા.