Astro

વાંચો તમારું 27 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
27 Nov 20262 mins read
TukuTouch Logo
આજનું રાશિફળ દર્શાવે છે કે, મેષથી મીન રાશિના જાતકોને કામકાજમાં ઉપરી વર્ગનો સહયોગ મળશે. વૃષભ રાશિના જાતકોને બેંક શેરના કામમાં ઉતાવળ ન કરવાની સલાહ છે. સિંહ રાશિના જાતકોને પરદેશના કામમાં અડચણ આવી શકે છે. નોકરી-ધંધા અને પારિવારિક પ્રશ્નોમાં સાવધાની રાખવી. કેટલાકને ખર્ચ અને નાણાંભીડનો પણ અનુભવ થશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 27 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપને કામમાં ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ, નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. યાત્રા- પ્રવાસમાં ધ્યાન રાખવું પડે.
વૃષભ : બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા- ઉચાટ જણાય.
મિથુન : માનસિક પરિતાપ, વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય.
કર્ક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે.કોર્ટ કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. ખર્ચ જણાય.
સિંહ : આપના કામમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. પરદેશના કામમાં અડચણ રહે.
કન્યા : સામાજિક વ્યવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ઘર- પરિવારની ચિંતાના લીધે કામકાજમાં ધ્યાન આપી શકો નહીં.
તુલા : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને પરંતુ અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં સાવધાની રાખવી.
વૃશ્ચિક : દિવસ દરમ્યાન આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
ધન : જાહેર ક્ષેત્રના કામ, સંસ્થાકીય કામમાં સંભાળવું પડે. રૂકાવટ જણાય. પત્ની સાથે વાદ- વિવાદ ગેરસમજ થઈ જાય.
મકર : સીઝનલ ધંધામાં માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં, ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું. આકસ્મિક ખર્ચને લીધે નાણાંભીડ જણાય.
કુંભ : આપે મહત્ત્વના નિણયો લેવાના હોય તો મુલત્વી રાખવા. વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામકાજ કરી લેવું.
મીન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જેવું જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

  • અગ્નિદત્ત પદમનાભ