વાંચો તમારું 15 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના કાર્યની સાથોસાથ ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આનંદ રહે.
વૃષભ : જૂના સ્વજન- સ્નેહી, મિત્રવર્ગની મુલાકાતથી આપને આનંદ રહે, ભાઈભાંડુવર્ગના સાથ- સહકાર મળી રહે.
મિથુન : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા- ઉચાટ રહે.
કર્ક : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કાર્યમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. આપના કાર્યમાં અન્યનો સહકાર પ્રાપ્ત કરી શકો.
સિંહ : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગનું આપે ધ્યાન રાખવું પડે. વાદ- વિવાદથી સંભાળવું.
કન્યા : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય.
તુલા : આપના કાર્યમાં પ્રતિકૂળતા જણાય, જમીન- મકાન- વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. વાહન ધીરે ચલાવવું.
વૃશ્ચિક : અડોશ- પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા- પ્રવાસ મિલન- મુલાકાતથી આનંદ રહે. ધર્મકાર્ય- શુભકાર્ય થાય.
ધન : કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે આપને વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
મકર : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી શકો. જો કે વિચારોની અસમંજસતા દ્વિધા જણાય.
કુંભ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. ધાર્યા પ્રમાણેના કામ ન થવાથી ઉચાટ ઉદ્વેગ રહે.
મીન : સંતાનના સાથ- સહકારથી કામમાં સરળતા રહે. પરદેશના કામ થઈ શકે. ધર્મકાર્ય- શુભકાર્ય થઈ શકે.
અગ્નિદત્ત પદમનાભ




