Astro

વાંચો તમારું 28 જુન 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોએ તન-મન-ધન અને વાહનથી સંભાળીને દિવસ પસાર કરવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય. વૃષભ રાશિના જાતકોને સંસ્થાકીય કામમાં વ્યસ્તતા અને ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાતનો યોગ છે. મિથુન રાશિના જાતકોએ સીઝનલ ધંધામાં સાવચેતી રાખવી. કર્ક રાશિના જાતકો મહેનતથી કામનો ઉકેલ લાવી શકશે. સિંહ રાશિના જાતકોને જમીન-મકાન-વાહનના કામમાં ધ્યાન રાખવું પડશે. કન્યા રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થવાથી આનંદ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 28 જુન 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપે તન- મન- ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા- ખર્ચ જણાય.
વૃષભ : આપના કામની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
મિથુન : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. વાદ- વિવાદ, ગેરસમજ, મનદુ:ખથી સંભાળવું.
કર્ક : આપની મહેનત- અનુભવ- આવડત- બુદ્ધિથી આપના કામનો ઉકલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
સિંહ : આપ હરો- ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. જમીન- મકાન- વાહનના કામમાં ધ્યાન રાખવું.
કન્યા : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. મિલન- મુલાકાત થઈ શકે.
તુલા : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે દોડધામ- શ્રમ- ખર્ચ જણાય, ધીરજ રાખવી.
વૃશ્ચિક : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવાય.
ધન : આપે આવેશ- ઉશ્કેરાટમાં આવ્યા વગર કોઈપણ કાર્ય કરવું. આકસ્મિક ખર્ચ- ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
મકર : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઈ શકે.
કુંભ : આપના કાર્યની સાથે ઘર- પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા- દોડધામ- શ્રમ જણાય.
મીન : જૂના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ અનુભવો. યાત્રા- પ્રવાસનું આયોજન ગોઠવાય.

  • અગ્નિદત્ત પદમનાભ