Astro

વાંચો તમારું 25 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
25 Jul 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોને સુસ્તી અને બેચેનીનો અનુભવ થશે, જ્યારે વૃષભ રાશિના લોકોને રાજકીય કાર્યોમાં અનુકૂળતા મળશે. મિથુન રાશિના વેપારીઓએ સાવધાની રાખવી અને કર્ક રાશિના લોકો બુદ્ધિથી કાર્ય ઉકેલશે. સિંહ રાશિના જાતકોને મનની શાંતિ નહીં મળે, જ્યારે કન્યા રાશિના લોકોને પરદેશના કામમાં પ્રગતિ દેખાશે. તુલા રાશિના લોકોને ધંધામાં લાભ થશે અને વૃશ્ચિક રાશિના અગત્યના કામ ઉકેલાશે. ધન રાશિના લોકોને નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે, જ્યારે મકર રાશિના કામની પ્રશંસા થશે. કુંભ રાશિના લોકોને સામાજિક કાર્યોમાં દોડધામ રહેશે અને મીન રાશિના લોકોને નોકરી-ધંધા અર્થે બહાર જવાનું થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 25 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
વૃષભ : રાજકીય-સકારી કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે. સંસ્થાકીય કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. આનંદ રહે.
મિથુન : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. નુકસાનથી સંભાળવું પડે. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે.
કર્ક : આપની બુધ્ધિ-અનુભવ આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા મળી રશે.
સિંહ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
કન્યા : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
તુલા : આપને ધંધામાં લાભ-ફાયદો મળી રહે. આપના કામની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય. મહત્વના નિર્ણય લઈ શકાય. પત્નીનો સહકાર મળી રહે.
ધન : આપના કામમાં કોઈ ને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે.
મકર : આપના કામની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કુંભ : સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ-અનુભવાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
મીન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ અનુભવાય.

  • અગ્નિદત્ત પદમનાભ