Astro

વાંચો તમારું 15 જુલાઈ, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
14 Jul 20261 min read
TukuTouch Logo
આજનું રાશિફળ અગ્નિદત્ત પદમનાભ દ્વારા રજૂ કરાયું છે. મેષ રાશિના જાતકોને કામમાં પ્રતિકૂળતા જણાઈ રહી છે, જ્યારે વૃષભ રાશિના લોકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિનો આનંદ મળશે. સિંહ રાશિના જાતકોને સરકારી કામમાં રૂકાવટ અને નાણાંભીડ રહેશે. વૃશ્ચિક રાશિના લોકો નોકરી-ધંધા અર્થે બહારગામ જઈ શકે છે. કુંભ રાશિના લોકોને હરીફોથી મુશ્કેલી અને કોર્ટ-કચેરીના કામમાં ખર્ચનો સામનો કરવો પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 15 જુલાઈ, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો.
વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.
મિથુન : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા રહે.
કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે.
સિંહ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપનેે રૂકાવટ મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ રહે.
કન્યા : આપના કામમાં સરળતા થતાં દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન મકાન વાહનના કામ થઇ શકે.
વૃશ્ચિક : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે.
ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.
કુંભ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ કચેરીના કામમાં દોડધામ ખર્ચ રહે.
મીન : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

  • અગ્નિદત્ત પદમનાભ