Astro

વાંચો તમારું 13 જુલાઈ, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
આજનું રાશિ ભવિષ્ય અગ્નિદત્ત પદમનાભ દ્વારા રજૂ કરાયું છે. મેષ રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થવાથી આનંદ થશે અને પરદેશના કામ અંગે મુલાકાત શક્ય છે. કર્ક રાશિના જાતકોને રાજકીય-સરકારી કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થઈ શકે છે, જેથી આવેશમાં કોઈ કામ ન કરવાની સલાહ અપાઈ છે. કન્યા રાશિના જાતકો જમીન-મકાન-વાહનના કામમાં વ્યસ્ત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 13 જુલાઈ, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. પરદેશના કામ અંગે મુલાકાત થઇ શકે.
વૃષભ : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. ધંધામાં આવક જણાય.
મિથુન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. અગત્યના કામ અંગે મુલાકાત થાય.
કર્ક : આપને રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં પ્રતિકૂળતા અનુભવાય. આવેશ ઉશ્કેરાટમાં આવીને કોઈ કામ કરવું નહીં.
સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનની ચિંતા ઓછી થાય.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામ થઇ શકે.
તુલા : અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં આપને સાનુકુળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ વર્ગનો સહકાર જણાય.
વૃશ્ચિક : આપે સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામમાં પ્રતિકૂળતા જણાય. સામાજિક વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. રાજકીય સરકારી કામ અંગે મિલન-મુલાકાત થઇ શકે.
મકર : નોકરી ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો જણાય.
કુંભ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ ફાયદો જણાય.
મીન : આપના કામકાજમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં.

  • અગ્નિદત્ત પદમનાભ