વાંચો તમારું 01 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગ મદદરુપ થાય. દોડધામ - શ્રમ જણાય.
વૃષભ : દિવસનો પ્રારંભ સુસ્તી- બેચેની સાથે થાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ આપને રાહત થાય.
મિથુન : બપોર સુધી આપના કામમાં વ્યસ્ત રહો. સંસ્થાકીય કામ, જાહેર ક્ષેત્રનું કામ જણાય. બપોર પછી ઉચાટ રહે.
કર્ક : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. બપોર પછી આપને સરળતા રહે.
સિંહ : આપની બુધ્ધિ- અનુભવ આવડત- મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ અંગે મુલાકાત થઈ શકે.
કન્યા : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. બપોર પછી રાહત.
તુલા : આપના કામની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દિવસ પસાર થાય તેમ કામમાં રુકવાટ રહે.
વૃશ્ચિક : આપના કામની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ જણાય પરંતુ આનંદ અનુભવો.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં અન્યનો સાથ મળી રહે.
મકર : દિવસના પ્રારંભથી જ આપના કામમાં કોઇને કોઈ રુકાવટ રહે. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને શાંતિ-રાહત જણાય.
કુંભ : આપના કામમાં સાનુકુળતા રહે. દોડધામ- શ્રમ ઘટે. પરંતુ બપોર પછી આકસ્મિક ખર્ચ ખરિદી જણાય.
મીન : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના દોડધામ- શ્રમમાં ઘટાડો થતો જાય. કામ ઉકેલાય.
- અગ્નિદત્ત પદમનાભ









