વાંચો તમારું 06 જુલાઈ, 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અગ્નિદત્ત પદમનાભ
મેષ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપને કામકાજમાં તકલીફ અનુભવાય. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
વૃષભ : દિવસનો પ્રારંભ દોડધામ સાથે થાય પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.
મિથુન : દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપની કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો થતો જાય. સામાજિક-વ્યવહારિક કામ રહે.
કર્ક : સુસ્તી-બેચેની સાથે પ્રારંભ થયેલો દિવસ પસાર થાય તેમ આપને રાહત થતી જાય. આપના કામમાં વ્યસ્ત થતાં જાવ.
સિંહ : દિવસ પસાર થાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા થતી જાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
કન્યા : થોડી પ્રતિકૂળતા સાથે પ્રારંભ થયેલા દિવસમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો.
તુલા : દિવસની શરૂઆત સારી રહે પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને થોડી તકલીફ જણાય. વાહન ધીરે ચલાવવું.
વૃશ્ચિક : બેચેની-વ્યગ્રતા સાથે દિવસની શરૂઆત થાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. આનંદ રહે.
ધન : દિવસ જેમ જેમ પસાર થતો જાય તેમ-તેમ આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ રહે.
મકર : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામ, અડોશ-પડોશના કામકાજ અંગે આપને વ્યસ્તતા-દોડધામ રહે.
કુંભ : આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરવાનો પ્રયાસ કરો. પરંતુ દિવસ પસાર થાય તેમ અન્ય કામકાજ રહ્યા કરે.
મીન : માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની અસમંજસતા દ્વિધાના લીધે કામમાં વિલંબ જણાય.









