વાંચો તમારું 22 ઓગસ્ટ, 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં. બપોર પછી રાહત રહે.
વૃષભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઇ શકે. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
મિથુન : નોકરી- ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
કર્ક : આપના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઇ શકાય. બપોર પછી વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
સિંહ : નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને રહ્યા કરે. બપોર પછી રાહત થતી જાય.
કન્યા : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી બેચેની વ્યગ્રતા જણાય.
તુલા : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવું પડે. દોડધામ શ્રમ ખર્ચ જણાય.
વૃશ્ચિક : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદ જણાય.
ધન : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. મોસાળપક્ષ સાસરીપક્ષની ચિંતા રહે.
મકર : આપના કામની કદર -પ્રશંસા થવાથી આનંદ જણાય. બપોર પછી વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું.
કુંભ : ઘર-પરિવાર, સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. બપોર પછી થોડી રાહત રહે.
મીન : જૂના સ્વજન-સ્નેહી મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ જણાય. યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય.
અગ્નિદત્ત પદમનાભ




