Astro

વાંચો તમારું 02 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
2 Aug 20261 min read
TukuTouch Logo
જ્યોતિષીય ગણતરી મુજબ, મેષ રાશિના જાતકોને સંતાનનો સહયોગ મળતાં કામમાં સફળતા મળશે. ધંધામાં આવક જણાય, પરંતુ બપોર પછી સાવચેતી રાખવી. વૃષભ રાશિના લોકો ઘર-પરિવાર અને મિત્રોના કામકાજમાં વ્યસ્ત રહેશે. મિથુન રાશિના જાતકોને જૂના સ્નેહીજનોની મુલાકાતથી આનંદ થશે અને યાત્રાનો યોગ બની શકે છે. કર્ક રાશિના જાતકોને તબિયતમાં સુસ્તી જણાશે, પણ બપોર પછી રાહત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 02 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : સંતાનનો સાથ- સહકાર મળી રહેતા આપના કામનો ઉકેલ આવતો જાય. ધંધામાં આવક જણાય, બપોર પછી સંભાળવું.
વૃષભ : આપના કાર્યની સાથે ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ- શ્રમ- વ્યસ્તતા જણાય.
મિથુન : જૂના સ્વજન- સ્નેહી, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો.યાત્રા- પ્રવાસનું આયોજન થઈ શકે.
કર્ક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય પરંતુ બપોર પછી રાહત થતી જાય.
સિંહ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર પ્રાપ્ત કરી શકો.
કન્યા : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગ સાથે વાદ-વિવાદ ગેરસમજથી સંભાળવું પડે. ખર્ચ જણાય.
તુલા : આપની બુદ્ધિ- અનુભવ- આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય, આવક થાય.
વૃશ્ચિક : આપ હરો-ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય- મનને શાંતિ રાહત જણાય નહીં, બપોર પછી આપને શાંતિ થતી જાય.
ધન : અડોશ- પડોશના કામકાજ અંગે આપને વ્યસ્તતા જણાય સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ વર્ગનો સાથ- સહકાર મળી રહે.
મકર : આપના કામની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામકાજનો ઉકેલ આવતા રાહત રહે.
કુંભ : ઇચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાતમાં આપને સાનુકૂળતા મળી રહે. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો.
મીન : માનસિક પરિતાપ- વ્યગ્રતામાં દિવસ પસાર થાય વિચારોની અસમંજસતા દ્વિધા રહ્યા કરે ઉચાટ ઉદ્વેગ જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ