Get The App

વાંચો તમારું 6 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 6 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કાર્યમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગથી મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.

વૃષભ : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.

મિથુન : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.

કર્ક : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.

સિંહ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. ધીરે ધીરે કામનો ઉકેલ આવતો જાય.

કન્યા : રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા જણાય. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે.

તુલા : આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં મુશ્કેલી જણાય. ઉતાવળ કરવી નહીં.

વૃશ્ચિક : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા જણાય.

ધન : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંકે દોડધામ-શ્રમ જણાય. મિત્રવર્ગનો સહકાર મળી રહે.

મકર : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કુંભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.

મીન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામ થઈ શકે.

- અગ્નિદત્ત પદમનાભ