Get The App

વાંચો તમારું 17 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 17 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : કોર્ટ-કચેરીના કામકાજમાં આપને રૂકાવટ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. બપોર પછી આપને રાહત થતી જાય.

વૃષભ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. બપોર પછી ઠીક.

મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. બપોર પછી દોડધામ-શ્રમ ઘટે.

કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. પરદેશના કામકાજ અંગે ખર્ચ જણાય.

સિંહ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. બપોર પછી રાહત જણાય.

કન્યા : રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. પરંતુ દિવસ પસાર થાય તેમ કામમાં પ્રતિકૂળતા જણાય.

તુલા : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. સાસરીપક્ષ-મોસાળપક્ષે દોડધામ-શ્રમ રહે.

વૃશ્ચિક : આપના કામમાં સરળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. બપોર પછી કામ અંગે વ્યસ્તતા જણાય.

ધન : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવે. બપોર પછી શાંતિ જણાય.

મકર : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાતા આનંદ જણાય.

કુંભ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-ખર્ચ જણાય.

મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ