વાંચો તમારું 14 જુન 2026નું રાશિ ભવિષ્ય

મેષ : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જાય. કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસા કરી શકો. અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય.
મિથુન : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસો પસાર કરી લેવા. નાણાકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે.
કર્ક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળી રહે.
સિંહ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગાસંબંધી વર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા રહે. જમીનના કામમાં ધ્યાન રાખવું.
કન્યા : જૂના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી પ્રસન્નતા રહે.
તુલા : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારેક પ્રશ્ને ચિંતા જણાય.
વૃશ્ચિક : સંસ્થાકીય કામ અંગે, જાહેરક્ષેત્રના કામ અંગે દોડધામ-શ્રમ જણાય. અન્યનો સહકાર મળી રહેતાં રાહત થતી જાય.
ધન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મકર : આપની બુધ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાસથી કામમાં સરળતા રહે.
કુંભ : આપ હરો-ફરો-કામકાજ કરો. પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ ન કરવી.
મીન : આપના કાર્યની સાથે અડોશ-પડોશ, ભાઈભાંડુના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. મિલન-મુલાકાત થઈ શકે.
- અગ્નિદત્ત પદમનાભ









