વાંચો તમારું 13 જુન 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક- વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા રહે.
વૃષભ : માનસિક પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિઘા-અસમંજસતા રહે.
મિથુન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા થતી જાય. હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગ આપની મુશ્કેલી વધારે.
કર્ક : આપના કામમાં ધીરે ધીરે સાનુકુળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવવાથી દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.
સિંહ : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપે સતત કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવું પડે. કામ ઉકેલાતા રાહત રહે.
કન્યા : દેશ- પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. બઢતી- બદલીના કામમાં પ્રગતિ જણાય.
તુલા : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આવેશ- ઉશ્કેરાટમાં આવી જવું નહીં. સામાજિક વ્યવહારિક કામમાં સંભાળવું પડે.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં આપને સરળતા જણાય.
ધન : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
મકર : આપના રૂકાવટ- વિલંબમાં પડેલા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. યાત્રા-પ્રવાસ, મિલન- મુલાકાત થી આનંદ અનુભવો.
કુંભ : આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ- મુશ્કેલી જણાય. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થઈ શકે નહીં.
મીન : આપના યશ-પદ- ધનમાં વધારો થાય તેવું કામકાજ થાય. આનંદ રહે. પરદેશના કામકાજમાં સરળતા થતી જાય.
- અગ્નિદત્ત પદમનાભ









