મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન- વાહનના કામ થઈ શકે.
વૃષભ : આપના સ્વાસ્થ્યમાં ધીરે ધીરે સુધારો થતો જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે.
મિથુન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા રહ્યા કરે.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
સિંહ : નોકરી-ધંધાની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો જણાય.
કન્યા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
તુલા : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા આપને રહ્યા કરે અને ઘરો રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
વૃશ્ચિક : આપના કામમાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થઈ શકે.
ધન : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સરળતા જણાય. કામનો ઉકેલ આવે.
મકર : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવાય.
કુંભ : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. ઉતાવળ કરવી નહીં.
મીન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


