મેષ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-ખર્ચ જણાય.
વૃષભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા થતી જાય. ભાઈભાંડુવર્ગનો સહકાર મળી રહે.
મિથુન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સંભાળવું પડે. કામકાજમાં પ્રતિકૂળતાને લીધે ઉચાટ-ઉદ્વેગ રહે.
કર્ક : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. રાજકીય-સરકારી કામ થઈ શકે.
સિંહ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
કન્યા : આપની બુદ્ધિ-અનુભવ-આવડતથી-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ થાય.
તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું.
વૃશ્ચિક : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થાય.
ધન : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. કામકાજનો ઉકેલ આવવાથી રાહત થાય.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
કુંભ : કોર્ટ-કચેરીના કામમાં પ્રતિકૂળતા જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર કામ કરવું. ખર્ચ જણાય.
મીન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઈ શકે.
- અગ્નિદત્ત પદમનાભ


