Raksha Bandhan 2026: રાખડી બાંધવાના 7 નિયમો, દક્ષિણ દિશામાં ન બેસવું; 3 ગાંઠ બાંધવી અત્યંત શુભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Raksha Bandhan 2026 Shubh Muhurat : આ વર્ષે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 28 ઑગસ્ટના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન એ ભાઈ-બહેનના અખૂટ પ્રેમ, સ્નેહ અને વિશ્વાસનું પ્રતીક છે. વૈદિક પરંપરા મુજબ આ દિવસે બહેન ભાઈના દીર્ઘાયુ, સુખ-સમૃદ્ધિ અને સફળતાની કામના કરીને તેની કલાઈ પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે, જ્યારે ભાઈ બહેનની આજીવન રક્ષા કરવાનું વચન આપે છે. હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાની પૂનમે ઉજવાતો આ તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો ગણાય છે. જો રક્ષાબંધનની પૂજા અને રાખડી બાંધવાનું કાર્ય યોગ્ય વિધિ-વિધાન તથા શુભ મુહૂર્તમાં કરવામાં આવે તો ઘરમાં ખુશાલી આવે છે અને ભાઈ-બહેનનો સંબંધ વધુ મજબૂત બને છે.
રાખડી બાંધવાના 7 મહત્ત્વના નિયમો
દિશાની પસંદગી: રાખડી બંધાવતી વખતે ભાઈનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું શુભ માનવામાં આવે છે. ભાઈએ ક્યારેય દક્ષિણ દિશા તરફ મોં રાખીને બેસવું જોઈએ નહીં.
મસ્તક ઢાંકવું અનિવાર્ય: રાખડી બાંધતી વખતે ભાઈ અને બહેન બંનેનું મસ્તક કોઈ કપડા કે રૂમાલથી ઢંકાયેલું હોવું જોઈએ. ખુલ્લા માથે પૂજા કે ધાર્મિક કાર્ય કરવું શુભ ગણાતું નથી.
અક્ષત અને કુમકુમનુ તિલક: રાખડી બાંધતા પહેલા ભાઈના કપાળ પર કુમકુમ અને ચંદનનું તિલક લગાવો, ત્યારબાદ તેના પર અક્ષત (અખંડિત ચોખા) લગાવો. ધ્યાનમાં રાખો કે ચોખા તૂટેલા ન હોવા જોઈએ.
જમણા હાથનું કાંડુ : શાસ્ત્રો અનુસાર કોઈપણ શુભ કાર્ય કે રક્ષાસૂત્ર બાંધવા માટે જમણો હાથ જ પવિત્ર માનવામાં આવ્યો છે. તેથી રાખડી હંમેશા ભાઈના જમણા કાંડા પર જ બાંધવી
રાખડીમાં ગાંઠોની સંખ્યા: કાંડા પર રાખડી બાંધતી વખતે 3 ગાંઠ મારવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ 3 ગાંઠ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ(ત્રિદેવ)નું પ્રતીક ગણાય છે.
આરતી અને મોં મીઠું કરાવવું: રાખડી બાંધ્યા પછી ભાઈની આરતી ઉતારવી જેથી તેને તમામ ખરાબ નજર અને નકારાત્મક ઊર્જાથી રક્ષણ મળે. ત્યારબાદ ભાઈને મીઠાઈ ખવડાવીને તેનું મોં મીઠું કરાવવું.
રક્ષાબંધન 2026 શુભ મુહૂર્ત
આ વર્ષે 28 ઑગસ્ટ 2026ના રોજ રક્ષાબંધને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 5:57 વાગ્યાથી લઈને સવારે 9:48 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન પૂજા-અર્ચના કરીને રક્ષાસૂત્ર બાંધવું અત્યંત શ્રેષ્ઠ અને ફળદાયી માનવામાં આવે છે.




