Astro

મકર અને મીન સહિત આ 3 રાશિના જાતકો માટે અચાનક ધનલાભ અને પ્રમોશનના યોગ! આરોગ્ય પણ રહેશે સારું

By GS Team
3 Jan 20262 mins read
TukuTouch Logo
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં રાહુને રહસ્ય, પરિવર્તન અને અચાનક લાભનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે પણ રાહુ પોતાની રાશિ અથવા નક્ષત્ર પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ રીતે દેખાઈ છે. 2026માં રાહુનું ગોચર ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે, આ વખતે રાહુ પોતાના જ નક્ષત્ર શતભિષામાં બિરાજમાન રહેશે. નવા વર્ષમાં રાહુ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં તે 2 ઓગસ્ટ, 2026 સુધી રહેશે. શતભિષા રાહુનું પોતાનું નક્ષત્ર છે, તેથી આ સ્થિતિમાં રાહુની શક્તિ અનેકગણી વધી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દરમિયાન રાહુનો પ્રભાવ ઊંડો, તેજ અને નિર્ણાયક રહેશે. તેની સીધી અસર લોકોના કરિયર, ધન, વિચારો અને નિર્ણયો પર જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મકર અને મીન સહિત આ 3 રાશિના જાતકો માટે અચાનક ધનલાભ અને પ્રમોશનના યોગ! આરોગ્ય પણ રહેશે સારું

Rahu Gochar 2026: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં રાહુને રહસ્ય, પરિવર્તન અને અચાનક લાભનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે પણ રાહુ પોતાની રાશિ અથવા નક્ષત્ર પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ રીતે દેખાઈ છે. 2026માં રાહુનું ગોચર ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે, આ વખતે રાહુ પોતાના જ નક્ષત્ર શતભિષામાં બિરાજમાન રહેશે. નવા વર્ષમાં રાહુ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં તે 2 ઓગસ્ટ, 2026 સુધી રહેશે. શતભિષા રાહુનું પોતાનું નક્ષત્ર છે, તેથી આ સ્થિતિમાં રાહુની શક્તિ અનેકગણી વધી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દરમિયાન રાહુનો પ્રભાવ ઊંડો, તેજ અને નિર્ણાયક રહેશે. તેની સીધી અસર લોકોના કરિયર, ધન, વિચારો અને નિર્ણયો પર જોવા મળશે. આ ગોચર દરમિયાન કેટલીક રાશિના જાતકોને અચાનક ધન લાભ, કરિયરમાં પ્રગતિ અને જીવનમાં મોટી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે રાહુનું આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ દરમિયાન રાહુ બારમા ભાવમાં બિરાજમાન રહેશે, જ્યારે શનિ લગ્ન ભાવમાં સ્થિત રહેશે. આ સ્થિતિ વિદેશ સબંધિત કામો, આયાત-નિકાસ, ઓનલાઈન બિઝનેસ અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં લાભ અપાવી શકે છે. મીન રાશિના જાતકોને આ સમય દરમિયાન અચાનક ધન લાભ થવાના યોગ છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ શકે છે. વિદેશ પ્રવાસ અથવા કામ કરવાની યોજના ધરાવતા જાતકોને સફળતા મળી શકે છે. ખર્ચ વધી શકે છે, પરંતુ આવક પણ સારી રહેશે જેનાથી સંતુલન જળવાઈ રહેશે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે રાહુનું આ ગોચર કરિયર અને સામાજિક જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. રાહુ આ સમય દરમિયાન તમને નવી વિચારસરણી અને અલગ રસ્તે ચાલવાની પ્રેરણા આપશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને નવા કોન્ટ્રાક્ટ અને મોટી તક મળી શકે છે. રાજકારણ, ટેકનોલોજી, મીડિયા અને રિસર્ચ સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. રાહુની કૃપાથી અચાનક માન-સન્માન અને ઓળખ મળવાના યોગ છે. 

આ પણ વાંચો: KKRમાં બાંગ્લાદેશી ખેલાડી મુદ્દે રાજકીય સંગ્રામ વચ્ચે પૂર્વ ક્રિકેટર-વિપક્ષના નેતાઓ શાહરુખના સમર્થનમાં

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે રાહુનું ગોચર ખાસ કરીને શુભ રહેશે. આ દરમિયાન રાહુ પાંચમા ભાવમાં ગોચર કરશે અને નવમા, અગિયારમા અને લગ્ન ભાવ પર પોતાની દ્રષ્ટિ નાખશે. આ સ્થિતિ ભાગ્ય, લાભ અને વ્યક્તિત્વને મજબૂત કરશે. તુલા રાશિના જાતકોને શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પ્રેમ સંબંધો અને સંતાન સંબંધિત મામલે સારા પરિણામો મળી શકે છે. રોકાણથી લાભ થવાના યોગ છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને જૂના પ્રયાસો રંગ લાવી શકે છે.