Astro

સંવત 2083 રાશિફળ: મોંઘવારી, યુદ્ધના જોખમ અને રાજકીય અસ્થિરતા વચ્ચે કેવું રહેશે દેશ-દુનિયાનું ભવિષ્ય? જાણો ગ્રહોની ચાલ

By GS Team
9 Nov 202610 mins read
TukuTouch Logo
વિક્રમ સંવત 2083 (તા. 10 નવેમ્બર, મંગળવાર) થી શરૂ થતા વર્ષમાં ગ્રહોના પરિવર્તનથી દુનિયાના રાજકારણમાં ઉથલપાથલ થશે. અમેરિકામાં ટ્રમ્પને સત્તામાં મુશ્કેલી, અન્ય રાષ્ટ્રોમાં સત્તા પરિવર્તનના યોગ, પ્રજા આંદોલન કરશે. મોંઘવારી, રોગચાળો, કુદરતી આપત્તિઓ વધશે, ખેડૂતો અને અનાજ ઉત્પાદન પર અસર થશે. ગુજરાતમાં પણ મોંઘવારી વધશે અને સીએમ ભૂપેન્દ્ર પટેલને સત્તા છોડવી પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંવત 2083 રાશિફળ: મોંઘવારી, યુદ્ધના જોખમ અને રાજકીય અસ્થિરતા વચ્ચે કેવું રહેશે દેશ-દુનિયાનું ભવિષ્ય? જાણો ગ્રહોની ચાલ
  • સરકારની રાજકીય પકડ ઢીલી થઇ રહી છે તેવું લાગેઃ પ્રજાનો આક્રોશ વધે
  • યુદ્ધના લીધે પ્રજાની હાડમારીમાં વધારો થાય, મોંઘવારી વધતા પ્રજાનો આક્રોશ વધે, રોગચાળો, કુદરતી આપત્તિ જેવી કે ભૂકંપ પૂર વાવાઝોડું ત્સુનામી, આગના બનાવોમાં વધારો થાય, જાન-માલને નુકસાન થાય, વૈશ્વિક સ્તરે મૃત્યુદર વધે, વાદળો બંધાય પરંતુ વરસાદ ઓછો પડતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય, અનાજના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે

વિક્રમ સંવત 2083નો પ્રારંભ કારતક સુદ એકમ તા. 10નવેમ્બર મંગળવારે થાય છે. તેમજ શક સંવતની શરૂઆત ચૈત્ર સુદ એકમ તા. 7 એપ્રિલ ૨૦૨૭ને બુધવારના રોજ થાય છે. તે અનુસાર તેમજ વર્ષ દરમ્યાન ગ્રહોના પરિવર્તન પરિભ્રમણ અને યોગ પ્રમાણે દેશ દુનિયાના રાજકીય ભવિષ્ય પર નજર નાખીએ.
વર્ષ દરમ્યાન ગુરૂ કર્ક અને સિંહ રાશિમાં, રાહુ કુંભ અને મકર રાશિમાં તેમજ શનિ મીન અને મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આમ, આ ત્રણેય ગ્રહો બે રાશિમાંથી પસાર થઇ રહ્યા છે. મંગળનું પરિભ્રમણ સિંહથી વૃશ્ચિક રાશિ દરમ્યાન છે.
દુનિયા માટે વર્ષ કેવું?
વર્ષનો પ્રારંભ અને ગ્રહોની પરિસ્થિતિ જોતાં દુનિયાના રાજકારણમાં ઉથલ-પાથલ જોવા મળે. અમેરિકામાં ટ્રમ્પ સરકારને પુનઃ સત્તામાં આવવામાં મુશ્કેલી પડે. દુનિયાના અન્ય રાષ્ટ્રોમાં સત્તા પરિવર્તનના યોગ ઉભા થાય. પ્રજા રસ્તા પર ઉતરે, આંદોલન કરે, સરકાર ઉથલાવવાના પ્રયાસો કરે.
રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની હુંસાતુસી, યુદ્ધના લીધે પ્રજાની હાડમારીમાં વધારો થાય. મોંઘવારી વધતા પ્રજાનો આક્રોશ વધે. રોગચાળો, કુદરતી આપત્તિ જેવી કે ભૂકંપ પૂર વાવાઝોડું ત્સુનામી, આગના બનાવોમાં વધારો થાય. જાન-માલને નુકસાન થાય. વૈશ્વિક સ્તરે મૃત્યુદર વધે. વાદળો બંધાય પરંતુ વરસાદ ઓછો પડતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય. અનાજના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે.
અમેરિકા, રશિયા, ચીન, યુરોપ જેવા દેશોની જીદ્દ મુમત, હુંસાતુસીમાં નાના દેશોએ ભોગ બનવું પડે. દુનિયામાં આતંકવાદી પ્રવૃત્તિમાં વધારો
જોવા મળે.
દેશ માટે વર્ષ કેવું ?
અખંડ ભારત અને સ્વતંત્ર ભારતની કુંડળી અનુસાર દેશમાં આંતરકલહમાં વધારો થાય. પ્રજામાં અસંતોષ વિરોધની લાગણી પ્રવર્તે. વિરોધપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓનો વિરોધ કરવામાં આવે. સરકારની રાજકીય પકડ ઢીલી થઇ રહી છે તેવું લાગે. મોંઘવારીમાં વધારો થાય. પ્રજાની પીડા વધે. પૂર્વોત્તર રાજ્યોમાં પ્રજાનો આક્રોશ વધે ! હિંસાનું પ્રમાણ વધે! તે સિવાય આંતરરાષ્ટ્રિય સંબંધો, નીતિઓમાં વધુ સ્પષ્ટ વલણ અપનાવવું પડે!
દેશ માટે વર્ષ કેવું ?
સ્વતંત્ર ભારતની કુંડળી પ્રમાણે વર્ષના પ્રારંભમાં તેમજ અંકમાં ગુરૂનું પરિભ્રમણ મુશ્કેલી ઉભી કરે. પ્રજાનો ઉચાટ, રોષ, આક્રોષ રસ્તા પર આંદોલન સ્વરૂપે જોવા મળે!
દેશની સંપત્તિને નુકસાન થાય ! વેપાર ખાધ વધે ! આંતરરાષ્ટ્રીય વેપારમાં તે અંગે ના કરારમાં તકલીફ પડે.
તેમાં પણ વર્ષના પ્રારંભમાં તા. 12 નવેમ્બરે મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે તે 9 માર્ચ 2027 સુધી રહેશે. ત્યારબાદ પુનઃ 26એપ્રિલથી તા. ૪ જુલાઈ સુધી સિંહ રાશિમાંથી પસાર થાય છે. આ સમય દરમ્યાન દેશમાં આંદોલન ઉગ્ર બનતા જાય ! આગ, હત્યા, અકસ્માત, અપમૃત્યુના બનાવ વધતા જાય ! કુદરતી આપત્તિ જેવી કે - ભૂકંપ, વાવાઝોડું, પૂર જેવા બનાવો બને ! માનવસર્જિત આપત્તિના લીધે દેશની જાહેરસંપત્તિને નુકસાન પહોંચે. રાજકીય ખાધ, આંતરરાષ્ટ્રીય દેવામાં વધારો થતા પ્રજાની
હાડમારી વધે!
પૂર્વના રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, સેવન સિસ્ટર્સ, ઉત્તરમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, દિલ્હી, પશ્ચિમોત્તરમાં રાજસ્થાન, પંજાબમાં કોઈને કોઈ સમસ્યા ઉત્પન્ન થાય. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રાજ્યોમાં વિશેષ સાવધાની રાખવી પડે.
ગુજરાત માટે વર્ષ કેવું ?
ગુજરાત માટે વર્ષ મધ્યમ રહે ! વરસાદ ઓછો થાય ! મોંઘવારીમાં વધારો થાય ! સરકાર મોંઘવારીને કાબુમાં રાખવામાં નિષ્ફળ રહે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને સ્વાસ્થ્યના કારણોસર કે અન્ય કારણોને લીધે સત્તા છોડવી પડે. પ્રવર્તમાન સરકારને પુનઃ સત્તારૂઢ થવા માટે લોકોનો વિશ્વાસ જીતવો પડે. વિરોધ પક્ષના સંખ્યાબલમાં વધારો થાય ! ભ્રષ્ટાચાર, રોડ અકસ્માતનું પ્રમાણ વધે !

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વર્ષ કેવું રહે?

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ માટે વર્ષ આરોહ-અવરોહવાળું રહે. વર્ષારંભે 5 ડિસેમ્બર સુધી રાહુનું પરિભ્રમણ તેમજ 24 જાન્યુઆરી સુધી ગુરૂનું પરિભ્રમણ થોડી મુશ્કેલી રખાવે. પ્રજાના વિરોધનો સામનો કરવો પડે. સ્વાસ્થ્ય સંભાળવું પડે. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. વિરોધપક્ષ દ્વારા વિવિધ મુદ્દે તેમને ઘેરવામાં આવે ! કેટલીક બાબતોમાં, નિર્ણયોમાં સાથીપક્ષો દ્વારા જ વિરોધ કરવામાં આવે !
તા. 24 જાન્યુઆરી 2027થી તા. 25 જૂન 2027 દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ રહેતાં સરળતા થતી જાય. પ્રજાના અસંતોષને દૂર કરવામાં સફળતા મળે. પ્રજાનો વિરોધ શાંત કરી શકે ! સાથી પક્ષોનું તેમજ પક્ષના સભ્યોનું સમર્થન મળી રહે. આંતરરાષ્ટ્રિય સંબંધોમાં, વેપાર નીતિઓમાં સાનુકુળતા રહે. સુધારો થાય.
આંતરરાષ્ટ્રિય કક્ષાએ માનમોભો વધે ! દુનિયાના દેશો દ્વારા મહત્ત્વના મુદ્દાઓ અંગે તેમની સાથે ચર્ચા કરવામાં આવે !
પરંતુ ૨૫ જૂનથી વર્ષના અંત સુધી ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહેશે. પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં ધ્યાન રાખવું પડે. પક્ષમાં અસંતોષનો, ગેરશિસ્તનો સામનો કરવો પડે ! સાથીપક્ષો દ્વારા ગઠબંધનમાંથી છૂટા થવાની વાત કરીને તેમને દબાવવાના પ્રયાસો થાય !

ગૃહમંત્રી અમિત શાહ માટે વર્ષ કેવું રહે?

ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ માટે આ વર્ષ પ્રતિકૂળતાવાળું રહે. રાજકીય આટાપાટામાં, બધાને સાચવવામાં તકલીફ અનુભવાય. આપના હરિફવર્ગ, આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર વર્ગ દ્વારા આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ થાય ! આપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયાસ થાય !
વ્યક્તિગત દ્રષ્ટિએ આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. તે સિવાય અકસ્માતથી સંભાળવું પડે. આપને શારિરીક માનસિક હાનિ પહોંચાડવા માટે હુમલાના પ્રયાસ થાય ! કૌટુંબિક ચિંતા પરિતાપ રહે. તા. ૨૪ જાન્યુ.થી તા. ૨૫ જૂન સુધી વધુ ધ્યાન રાખવું પડે. ત્યારબાદ આપને થોડી રાહત થતી જાય !

રાહુલ ગાંધી માટે વર્ષ કેવું?

વિક્રમ સંવત 2083ના ગ્રહયોગ જોતાં રાહુલ ગાંધી માટે વર્ષ મધ્યમ રહે ! વર્ષ દરમિયાન માતાના આરોગ્ય-આયુષ્યની ચિંતા રહે ! માતૃવિયોગના યોગ ઉભા થાય ! તે સિવાય જાહેરક્ષેત્રના કાર્યોમાં મુશ્કેલી પડે ! આપની ગણતરી-ધારણા અવળાં પડતાં જાય ! પક્ષના સભ્યો વચ્ચે એકજુટતા રાખવાનો પ્રશ્ન, પક્ષને એક રાખવાનો કે તૂટતો બચાવવાનો પ્રશ્ન ઉદ્ભવે ! પોતાની રાજકીય કારકીર્દીને, પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું પડે ! જોકે વર્ષ દરમિયાન ગુરૂનું પરિભ્રમણ ક્યારેક-ક્યારેક આપને રાહત આપી જાય !

કોંગ્રેસ માટે વર્ષ કેવું ?

હિંદી રાષ્ટ્રીય મહાસભા-કોંગ્રેસની કુંડળી જોતાં વિક્રમ સંવત 2083નું વર્ષ જેમ પસાર થતું જાય તેમ મુશ્કેલીઓ વધતી જાય.
વર્ષના પ્રારંભમાં ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળ રહે છે જે મુશ્કેલી ઉભી કરાવે. જાહેર ક્ષેત્રના કાર્યોમાં ધાર્યા પ્રમાણે પ્રજાનો સહકાર ના મળે.
તા. ૨૪ જાન્યુઆરીથી તા. ૨૫ જૂન દરમિયાન ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહે છે. પરંતુ આ સમય દરમિયાન પક્ષમાં ફંડની કમી, પક્ષના સભ્યોમાં બળવો જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે.
તા. ૨ જૂનથી શનિનું પરિભ્રમણ વિકટ પરિસ્થિતિ ઉભી કરે. તેમાં પણ તા. 25 જૂનથી પુનઃ ગુરૂ નબળો તથા મુશ્કેલીમાં વધારો થાય. પક્ષના સભ્યો અંદર-અંદર ઝગડે, ખેંચતાણ કરે. પદ-પ્રતિષ્ઠા મેળવવા માટે ભાઈ-ભાંડુ દુશ્મન થઈ જાય. કુંડળીમાં રાહુ પરથી ગોચરનો ગુરૂ પસાર થતાં ચાંડાલયોગ બને છે જે પક્ષમાં મહાસંકટના એંધાણ આપે છે.
કોંગ્રેસ સાથે ગઠબંધનમાં જોડાયેલા પક્ષોમાં વિવાદ ઉભો થાય ! પક્ષ છૂટા પડે ! કોંગ્રેસ પક્ષમાં પુનઃ ભંગાણના યોગ ઉભા થાય ! ગાંધી પરિવારના વિવાદો સપાટી પર આવે !

સોનિયા ગાંધી માટે વર્ષ કેવું?

સોનિયા ગાંધી માટે વિક્રમ સંવત 2083નું વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમિયાન ગુરૂનું પરિભ્રમણ કુટુંબ-પરિવારની ચિંતા રખાવે ! જો કે ક્યારેક મહત્વના મુદ્દે સાનુકૂળતા મળી રહે !
પરંતુ કારતક વદ બારસ તા. 5 ડિસેમ્બરથી રાહુનું પરિભ્રમણ નબળું થતાં સ્વાસ્થ્ય સંબંધી ચિંતામાં વધારો થાય ! આરોગ્યની અસ્વસ્થતાને લીધે પક્ષમાં-કુટુંબમાં બરાબર ધ્યાન આપી શકાય નહીં ! આપની બેદરકારીના લીધે રોગનું પ્રમાણ વધી જતાં મુશ્કેલીમાં વધારો થાય ! વર્ષના અંતમાં મહત્વના નિર્ણય લેવામાં સાવધાની રાખવી પડે ! ગ્રહયોગ અનુસાર રાજકારણમાંથી સંન્યાસ લેવા તરફ ગતિ કરે કે તેવી ઇચ્છા પ્રગટ કરે !

શું તમને ચોઘડિયાં જોતાં આવડે છે?
ચોઘડીયાથી દરેક પરિચિત છે. ઘેર ઘેર ચોઘડીયાની ચર્ચા થાય છે. એક સમય હતો કે લોકો ચોઘડીયું જોઇને ઘરની બહાર નીકળતા હતા. હવે સમય બદલાયો છે. લોકો હસ્ત મેળાપ કે ગૃહ પ્રવેશ વખતે ચોઘડીયાનું ધ્યાન રાખે છે. હવે સમય બદલાયો છે. જેન ઝેડ કેટેગરીમાં આવતા યુવા વર્ગને ચોઘડીયામાં સમજ નથી પડતી. તેમના માટે આ ખાસ લેખ છે. સામાન્ય રીતે ચોઘડિયું એટલે ચાર ઘડીનો સમય. દિવસના ચોઘડિયાની શરૂઆત સૂર્યોદયથી અને રાત્રિના ચોઘડિયાનાં શરૂઆત સૂર્યાસ્તથી થાય છે. મુખ્યત્વે ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે ઃ શુભ, મધ્યમ અને અશુભ.
શુભ ચોઘડિયાં
સામાન્ય રીતે શુભ ચોઘડિયાંમાં શુભ, અમૃત અને લાભ આ ત્રણ પ્રકારનો સમાવેશ થાય છે. પંચાગમાં આ શુભ ચોઘડિયાં સામે સાથિયાની નિશાની આપવામાં આવે છે.
મધ્યમ ચોઘડિયાં
મધ્યમ ચોઘડિયામાં ચલનો સમાવેશ થાય છે. સારું કાર્ય ચલના ચોઘડિયામાં શરૂ કરી શકાય છે.
અશુભ ચોઘડિયાં
અશુભ ચોઘડિયાંમાં રોગ, ઉદ્વેગ અને કાળ એમ ત્રણ પ્રકારનો સમાવેશ થાય છે.
ચોઘડિયાનો સમય દોઢ દોઢ કલાકનો હોય છે અને સૂર્યોદય થાય ત્યારબાદ દિવસના ચોઘડિયાની ગણતરી થાય છે. દા.ત. સૂર્યોદય 6 વાગે થતો હોય તો પ્રથમ ચોઘડિયાંનો સમય ૬ થી ૭.૩૦નો રહેશે. દરેક દિવસે અને રાતે ચોઘડિયાં અલગ હોય છે પણ દરેક વારના ચોઘડિયાં ફિક્સ હોય છે. એટલે કે દર સોમવારે પહેલું ચોઘડિયું અમૃત જ રહેવાનું. તે જ રીતે રાત્રિના ચોઘડિયાંનો સમય સાંજના 6થી સામાન્ય રીતે ગણવામાં આવે છે.
દરરોજ આખા દિવસ દરમ્યાન 3 ચોઘડિયાં શુભ અને 3 ચોઘડિયાં અશુભ રહેવાના જ. દરેક વારનો એક સ્વામી હોય છે અને તે વારના ચોઘડિયાંની શરૂઆત તે વારના સ્વામીથી થાય છે. દા.ત. રવિવારના સ્વામી ઉદ્વેગ છે તો રવિવારનું પહેલું ચોઘડિયું ઉદ્વેગ, સોમવારના સ્વામી અમૃત છે, મંગળવારના સ્વામી રોગ, બુધવારમાં લાભ, ગુરુવારના સ્વામી શુભ, શુક્રવારના સ્વામી ચલ અને શનિવારના સ્વામી કાળ. એટલે કે સોમવાર, બુધવાર અને ગુરુવારે સવારના પહેલાં ચોઘડિયામાં સારું કામ કરી શકાય છે.
લગ્ન પ્રસંગે કંકોતરી લખવાની હોય કે ગણેશ સ્થાપન કે માંડવા મૂર્હત કરવાનું હોય તો પણ ચોઘડિયાં જોવામાં આવે છે.

'સ્વીકાર, અર્પણ અને સમર્પણઃ
શાશ્વત સુખની સંજીવની'
જીવનને
આનંદિત અને અર્થપૂર્ણ બનાવવા માટે સૌ પ્રથમ 'સ્વીકાર'ની
જરૂર છે

આજનો સાંપ્રત સમય એ મોબાઈલ, કમપ્યૂટર અને ટેક્નોલોજીનો યુગ છે. રોકેટની જેમ અત્યંત ઝડપથી બદલાતી દુનિયાનો યુગ છે. વિશ્વનું ચિત્ર હાથવગું છે. આજના અતિ ઝડપી ૫ય્ (ફિફ્થ જનરેશન) ટેકનોલોજીના યુગમાં જ્યાં બધું જ એક ક્લિક પર ઝડપથી થાય છે. ડિજિટલ ક્રાંતિના આ સમયમાં લોકોના કામો પલભરમાં પતી જાય છે. વર્તમાન જીવનશૈલી પણ ઝડપી અને પરિવર્તનશીલ બની રહી છે, પરંતુ દુર્ભાગ્ય એ છે કે માનવીનું અંતરનું જગત વિખેરાઈ રહ્યું છે. આજનો માનવી આત્મિક સુખ, શાંતિ અને સંતોષથી વિમુખ થઈ રહ્યો છે. નિર્ભેળ આનંદ અને પરસ્પરનો પ્રેમ અદૃશ્ય થતો જાય છે. પરસ્પર હળવા-મળવાનો મનોહર માહોલ લુપ્ત થતો રહ્યો છે. સંબંધોની મધુરતા ધીમે-ધીમે ઓછી થઈ રહી છે, જીવન તનાવગ્રસ્ત બની રહ્યું છે. ભીતરમાં ખાલીપો વ્યાપી રહ્યો છે ત્યારે સ્વીકાર અર્પણ અને સમર્પણનો ત્રિવેણી સંગમ શાશ્વત સુખની સંજીવની સ્વરૂપે છે.
જીવનને આનંદિત અને અર્થપૂર્ણ બનાવવા માટે સૌ પ્રથમ 'સ્વીકાર'ની જરૂર છે. 'સ્વીકાર' એ સાર્થક જીવનની ચાવી છે. સ્વીકાર એટલે હાર નથી, નબળાઈ પણ નથી, પરંતુ અંતરની શક્તિ છે, સ્વીકારમાં શ્રેષ્ઠ આદરભાવ પ્રતિબિંબિત થાય છે. જીવનમાંથી ચિંતા, ઈર્ષ્યા, વેરઝેર, નફરત, સંઘર્ષ જેવા નકારાત્મક વિચારોને દૂર કરવા માટે સ્વીકારભાવનો ગુણ કેળવવો જરૂરી છે. જીવનમાં સ્વીકારભાવથી શાંતિની શરૂઆત થાય છે અને તૃષ્ણાનો અંત આવે છે. સ્વીકાર એ આત્મિક સાધના છે, એક પ્રકારનો શ્રેષ્ઠ સંયમ છે. કોઈ પ્રેમથી પુષ્પ આપે તો પણ તેનો સ્વીકાર કરવો અને કોઈ વસ્તુ ભેટ સ્વરૂપે આપે તોય સ્વીકારવી. કોઈપણ પ્રકારની આનાકાની કે ફરિયાદ વિના સ્મિતભાવે સ્વીકારતાં રહેવું એ જીવનનો આનંદ છે. સ્વીકારભાવ સકારાત્મકતાની સુવાસ પ્રસરાવે છે. પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર એ જ જીવનનો સાચો વૈભવ અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ છે. સ્વીકારના ઉમદા ભાવમાંથી જ સમર્પણનો ઉદય થાય છે. સ્વીકાર એ પરમ શાંતિનું પ્રથમ દ્વાર છે, તો અર્પણ એ સદ્ગુણોની સુવાસ અને કર્તવ્યની પવિત્રતા છે.
અર્પણનો આદર્શ અનુપમ છે. માનવ પાસે જે કંઈ શ્રેષ્ઠ હોય તે અન્ય માનવને આપવાની શુભ ભાવના એટલે અર્પણ. સમય, શક્તિ, કલા, કૌશલ્ય, જ્ઞાાન કે ધન જે કંઈ પણ માનવ પાસે હોય, તેને સમાનજના હિત માટે વહેચવું જોઈએ. આપવું એ એક પ્રકારનું પૂજાકાર્ય છે. જેનાથી હૃદયમાં સકારાત્મકતા અને સાત્વિકતાની ભાવના પ્રજવલિ થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે, ''તું જે કંઈ કરે છે, તે મને અર્પણ કર.'' જ્યારે મનુષ્ય નિઃસ્વાર્થ ભાવે અને અહંકાર મુક્ત થઈને કંઈક આપે છે, ત્યારે તે અર્પણ પવિત્ર પૂજા અને સત્કર્મ બની જાય છે. અર્પણમાં ઉદારતા અને ઉમદાપણું સમાયેલું છે. પ્રકૃતિ પણ માનવને આ જ શીખવે છે ઃ નદી પોતાનું પાણી ક્યારેય પીતી નથી, વૃક્ષો પોતાના ફળો પોતે ખાતાં નથી. વૃક્ષો પોતે તડકો વેઠીને વટે માર્ગુઓને શીતળ છાંયડો આપે છે, અને વાદળો પોતાનું અસ્તિત્વ મિટાવીને સમગ્ર સૃષ્ટિ પર જળ વરસાવે છે. આ સઘળું અર્પણ અને સમર્પણ છે - પરમાર્થનું એક પવિત્ર અને અદ્વિતીય કાર્ય છે.

સંવત 2083નું વર્ષ ફળ
કારતક

  • દેશ, દુનિયાના મંત્રી, રાજનેતાનું મૃત્યુ!
  • દેશ-દુનિયામાં આગના બનાવો !
  • ઘી, મગ મોંઘા !
    માગશર
  • ધાન્ય મોંઘું!
  • જળના અભાવથી આગળનું વર્ષ બગડે!
  • લોકોનું સ્વાસ્થ્ય બગડે !
    પોષ
  • દુર્ભિક્ષ, દુકાળ!
  • મગ, ઘી મોંઘા!
  • રાજનેતા, મંત્રી પદભ્રષ્ટ!
    મહા
  • દેશ, દુનિયામાં અરાજકતા વધે!
  • નેતાઓમાં વિગ્રહ!
  • યુદ્ધ થાય!
  • રોગચાળો ઘટે!
  • પાક સારો થાય!
    ફાગણ
  • દુનિયામાં ભયનું વાતાવરણ!
  • દુર્ભિક્ષ
    ચૈત્ર
    છત્રભંગ યોગ
  • દેશ, દુનિયાના પ્રધાનમંત્રી, પ્રમુખ, રાજાનું મૃત્યુ ! પદભ્રષ્ટ!
    વૈશાખ
  • પ્રજા વૃદ્ધિ
  • રાજાઓમાં, નેતાઓમાં પરસ્પર યુદ્ધ!
  • વરસાદ ઓછો!
  • દુર્ભિક્ષ!
  • લોખંડ, અડદ, કાળાવસ્ત્ર મોંઘા થાય!
  • ચોર, લૂંટારાઓનો આતંક વધે!
    જેઠ
  • મોંઘવારીમાં વધારો
  • પવન ફૂંકાય ! વાવાઝોડું આવે!
  • પ્રજાના કષ્ટ-પીડામાં વધારો થાય!
    અષાઢ
  • દેશ, દુનિયામાં આંધી-તુફાન!
  • અન્નનો સંગ્રહ કરવાથી લાભ!
    શ્રાવણ
  • છત્રભંગ યોગ
  • રાજનેતાના મૃત્યુ, પદભ્રષ્ટ થવાથી દેશ-દુનિયામાં અરાજકતા!
  • દુનિયામાં ભયનો માહોલ સર્જાય!
    ભાદરવો
  • છત્રભંગ યોગ
  • ધાન્ય સસ્તું!
  • પ્રજાના સ્વાસ્થ્યમાં સુધારો!
    આસો
  • અન્ન-ધાન્યમાં મોંઘવારી
  • ગાય, ભેંસ મોંઘા થાય!
  • દેશ, દુનિયામાં અગ્નિનો પ્રબળ ઉત્પાત!