મેષ-મિથુન સહિત આ 3 રાશિના જાતકો ચેતજો! અચાનક જ આર્થિક નુકસાન-પરિવારમાં તણાવના યોગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Budh Gochar Negative 2026: જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક, વાણી, વેપાર અને ત્વચાનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ બુધ ગ્રહ પોતાની ચાલ બદલે છે અથવા જળ તત્વની રાશિ (કર્ક)માં પ્રવેશ કરે છે, ત્યારે તેની સીધી અસર વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા અને આર્થિક સ્થિતિ પર પડે છે. દ્રિક પંચાંગ પ્રમાણે બુધ ગ્રહ 5 ઓગસ્ટના રોજ કર્ક રાશિમાં ગોચર કરશે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જે ભાવનાઓનો કારક છે. આવી સ્થિતિમાં બુધનું કર્ક રાશિમાં ગોચર કેટલીક રાશિઓ માટે માનસિક તણાવ, બિઝનેસમાં મંદી અને વાણીમાં કડવાશ લાવી શકે છે. આવો જાણીએ કઈ રાશિના જાતકોએ આ ગોચર દરમિયાન અત્યંત સાવધાન રહેવાની જરૂર છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર ચોથા ભાવમાં થશે, જેના કારણે સુખ-સુવિધા અને પારિવારિક જીવન પર અસર પડી શકે છે. પરિવારના સભ્યો સાથે કોઈ મુદ્દે અણબનાવ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. ઘર કે વાહનના સમારકામ પર અચાનક મોટો ખર્ચ થઈ શકે છે, જેના કારણે બજેટ ખોરવાઈ જશે. ઓફિસમાં બનતા કામ અટકી શકે છે. સહયોગીઓ સાથે વાતચીતમાં સંયમ રાખો.
મિથુન રાશિ
બુધ તમારી રાશિનો સ્વામી છે અને આ ગોચર બીજા ભાવમાં થશે. આર્થિક મામલે ઉતાવળમાં લેવાયેલા નિર્ણયથી મોટું નુકસાન કરાવી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો. તમારા કડવા કે ખોટા શબ્દો સંબંધ બગાડી શકે છે. કાર્યક્ષેત્ર પર સહકર્મીઓ સાથે વિવાદથી દૂર રહો. ત્વચા અથવા ગળા સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે આ ગોચર આઠમાં ભાવમાં થવા જઈ રહ્યું છે, જે અચાનક આવનારા અવરોધો દર્શાવે છે. વેપારીઓએ લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે નહીંતર નુકસાન થઈ શકે છે. કોઈ અજાણ્યા ભય કે ચિંતાને કારણે મન અશાંત રહેશે. કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવશે. વ્યર્થ ખર્ચમાં વધારો થવાને કારણે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.
અશુભ પ્રભાવોથી બચવાના ઉપાયો
- બુધવારે ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરો.
- ॐ બૂં બુધાય નમઃ મંત્રનો શક્ય તેટલો જાપ કરો.
- ગાયને લીલું ઘાસ અથવા પાલક ખવડાવો.









